પારસી મરણ
ઝીનોબીયા પરસી ઈરાની તે પરસી શેહેરીયાર ઈરાનીના ધણીયાણી. તે મરહુમો કેતી તથા ફરામરોજ ન. વાંડ્રેવાલાના દીકરી. તે કયનાઝ તથા મેહેજાદના માતાજી. તે પરવેજ, મરજબાન અને પરવીનના બહેન. તે તુશના તથા ખુશનમના માસી. તે દેલબાર, ઝેનીયા, જમશેદ, સરોશના ફુઈજી. (ઉં.વ. ૬૩). રહેવાનું ઠેકાણું: સાલસેટ પારસી કોલોની, ઓલ્ડ બંગલો, પમ્પ હાઉસ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે સોલસેટ અગિયારમાં છેજી. (અંધેરી-મુંબઈ).