Homeવીકએન્ડઝાલિપાઈ : પેઇન્ટેડ પોલિશ વિલેજમાં...

ઝાલિપાઈ : પેઇન્ટેડ પોલિશ વિલેજમાં…

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

ફરવામાં હંમેશાં આનંદ જ આવે તે જરૂરી નથી, પણ ઇચ્છા તો એ જ હોય કે અંતે કંઈક નવું જાણવા મળે, કોઈ નવો અનુભવ થાય, થોડી મજા આવે અને કંઈક યાદગાર બને તેવું પણ થાય. જોકે દર વખતે આ બધું અચિવ તો નથી થઈ શકતું, તેમાંય જો ઓઝવિચ જેવું સ્થળ જોયું હોય તો ગમગીન બનીને વિચારે ચઢી જવાય તે સ્વાભાવિક છે. ત્યાં કોઈ ખાસ નવી માહિતી પણ નહોતી મળી અને જે પરિસ્થિતિ હતી તે પણ પહેલેથી જ અનેક વાર ચર્ચાઈ ચૂકેલી. એક સમયે એમ પણ વિચારેલું કે આવું ગ્રિફ ટૂરિઝમ કરવાનું રહેવા દઈએ અને ત્યાં ન જવાથી માનવજાત જે ત્રાસ ગુજારવા અને સહેવા સક્ષમ છે તે કંઈ બદલાઈ નથી જવાનું. જોકે ત્યાંથી આટલું નજીક રહીને ત્યાં દર્દ પામનાર લોકોની યાદને માન આપવા પણ ત્યાં જવાનું યોગ્ય લાગ્ોલું. ઓઝવિચ હજી વધુ સમય વિતાવી શકાય તેમ હતું. એ પણ નક્કી જ હતું કે અમે હવે થોડા દિવસ તો અહીં જે નજરે જોેયેલું છે તેની તાજી યાદમાં જિંદગીના દરેક નાનામાં નાના પ્રસંગને તે હોય ત્ોના કરતાં વધુ વેલ્યુએબલ માનવા લાગીશું, પણ અંતે ત્યાં પણ સ્મશાન વૈરાગ્યની જેમ ગમગીન મૂડ ફોડઆઉટ થયો અને ન્ોક્સ્ટ ડેસ્ટિનેશનની વિગતોએ અમારું ધ્યાન ઝડપી લીધેલું.
ક્રાકાઓથી ૯૦ કિલોમીટરના અંતરે ઝાલિપાઈ નામે એક ગામ છે. આમ તો આ ગામ પોલેન્ડના કોઈ મોટા મસ્ટ સી લિસ્ટ પર તો નથી, પણ માઇકેએ ખાસ ભાર મૂકેલો કે ઓઝવિચ પછી જરા મગજન્ો ફ્રેશ કરવા ઝાલિપાઈ જવાનો મેળ પડે તો સારું. હવે અમે ફરી ઓઝવિચની બસવાળી ગાઈડેડ ટૂરને પાછળ છોડીને ક્રાકાઓમાં પાર્ક કરેલી અમારી રેન્ટલ કાર લઈને ઝાલિપાઈ ઊપડી ગયાં. દરેક સ્થળની કોઈ એક ખાસિયત તો જાણીતી હોય જ છે, ઝાલિપાઈ માટે ત્ો ખાસ બાબત હતી, ત્યાંનાં ઘરો પર દોરાયેલાં ફૂલોનાં ચિત્રો. હવે જે ગામનાં ઓલ્ડ સ્ોન્ટરમાં હાજર બધાં ઘરો જાણે ફૂલોથી લદાયેલાં હોય તેવું લાગ્ો, ત્યાં જવાનું કોને ન ગમે. પોલેન્ડની તૈયારી થતાં પહેલાં અમે આ ગામનું નામ પણ નહોતું સાંભળ્યું. હવે આ ગામનાં શાંતિ અને સૌંદર્ય અમને ઓઝવિચની ઇમોશનલ આફ્ટર ઇફેક્ટમાંથી બહાર લાવી રહ્યાં હતાં.
ઝાલિપાઈ ટૂરિસ્ટ સર્કિટમાં પેઇન્ટેડ વિલેજ તરીકે ઓળખાય છે અને કેમ નહીં, ગામના રહીશોએ જાણે પોતાનાં ઘરો અને ગામની ઇમારતોનો કેન્વાસ તરીકે ઉપયોગ કર્યો હોય તેવું લાગતું હતું. માલોપોલ્સકા રિજનનું આ ગામ અત્યંત સેક્લુડેડ અને સીરીન છે, ત્યાં ન ટૂરિસ્ટની ભીડભાડ છે ન કોઈ ઇન્ડસ્ટ્રિયલ ચહેલપહેલ. એક રીતે તો આ પેઇન્ટેડ વિલેજ કોઈ પરીકથાનો હિસ્સો હોય, તેની પોતાની જ કોઈ નાનકડી આગવી દુનિયા હોય તેવું લાગતું હતું. અત્યંત અનોખા સાંસ્કૃતિક માહોલમાં ઘરો પર પેઇન્ટિંગ બનાવવાનો રિવાજ પણ એક રસપ્રદ કારણસર પડ્યો છે. ઘરો પર છૂટાંછવાયાં મ્યુરલ તો યુરોપભરમાં સરળતાથી દેખાઈ જાય છે, તો ઝાલિપાઈમાં ખાસ એવું શું છે? અહીં ફાયર સ્ટેશન, ચર્ચ અન્ો ઝૂથી માંડીન્ો પોલીસ સ્ટેશન પણ ફૂલોનાં પેઇન્ટિંગથી સજ્જ છે.
૧૯મી સદીના અંતે ગામની સ્મોકી કાળી દીવાલોથી છુટકારો મેળવવા માટે એક પ્રયોગ શરૂ થયો હતો. અહીંનાં ઘરોમાં તે સમયે ચીમની ન રહેતી. તેમાં મેસથી કાળી પડી ગયેલી ઘરની દીવાલોને જોવાલાયક બનાવવાની તો જાણે જરૂરિયાત જ હતી, પણ તેના પર ફરી સફેદ રંગ કરાવ્યા પછીયે થોડી કાળાશ તો રહી જ જતી. તેને ઢાંકવા માટે સ્થાનિક મહિલાઓએ તે દીવાલો પર ફૂલોનાં રંગીન ચિત્રો પેઇન્ટ કરવાનું ચાલુ કરી દીધું. થોડા સમયમાં આ પેઇન્ટિંગના પ્રયાસો ગામભરમાં એવા લોકપ્રિય બની ગયા કે બધા માત્ર દીવાલો જ નહીં, જે પણ નજરે પડતો ત્ો સામાન પણ પેઇન્ટ કરવા લાગ્યા. પેઇન્ટેડ સગડી, પેઇન્ટેડ પગથિયાં, પેઇન્ટેડ વાસણો, બધું જાણે થિમેટિક બની ગયું હોય ત્ોમ લાગતું હતું. સ્વાભાવિક છે હવે તો ત્યાં ગામનાં શ્રેષ્ઠ પેઇન્ટ થયેલાં ઘરોની કોમ્પિટિશન પણ યોજાય છે.
મજાની વાત એ છે કે અહીં ન કોઈ કેફે છે, ન રેસ્ટોરાં, ન કોઈ દુકાનો. આ મિડલ ઓફ નોવ્હેર ગામમાં ફૂલો જોઈને જ પેટ ભરવાનું હતું. અહીં નજીકમાં રહેવા માટે હોટેલ્સ પણ નથી. એવામાં ત્યાં સાથે લાવેલી પ્રોટીન બાર્સથી કામ ચલાવવું પડેલું. ગામને તેના મધ્યયુગીન સ્વરૂપમાં જ જાળવી રાખવામાં આવ્યું છે કે તેને ટૂરિઝમ માટે ડેવલપ કરવામાં કોઈને રસ નથી તે સ્પષ્ટ થતું નહોતું. બાકી સમરમાં ફુલ ટૂરિસ્ટ સીઝનમાં આટલા ઇન્સ્પાયરિંગ ગામમાં અમારી આસપાસ માંડ પંદર-વીસ ટૂરિસ્ટ પણ લટાર મારી રહેલા. બાકી એ જ સમય દરમ્યાન પોપ્યુલર ડેસ્ટિનેશન્સ પર તો રાફડો ફાટ્યો હોય એટલા ટૂરિસ્ટ દેખાઈ આવે. જોકે આ કોઈ સાધારણ પોપ્યુલર ડેસ્ટિનેશન તો હતું જ નહીં. ઝાલિપાઈ ખાસ ડિઝાઇન સ્ટુડન્ટ્સ માટે તો પ્રેરણાનો ખજાનો છે. ઘણા અંશે ત્યાંની લોરલ પેટર્ન ભારતના ટેક્સટાઇલ ટ્રેન્ડ્સની યાદ અપાવતી હતી. ખ્યાતનામ પોલિશ ફોક આર્ટિસ્ટ ફેલિસિયા કુરીલોવાનું ઘર તો એવી રીતે પેઇન્ટ કરવામાં આવ્યું છે કે તે જાણે આખાય ગામનું સ્ોમ્પલ હાઉસ જ હોય.
તે દિવસે ઝાલિપાઈ નજીક તો સારી રીતે બેસીને કોફી પીવા માટે પણ નજીકના ટાઉન ટારનાઉ જવું પડેલું. જોકેે ટારનાઉની પોતાની ખાસિયત પણ છે જ. ટારનાઉ તેના મિનરલ વોટર માટે જાણીતું છે. પોલેન્ડના આ રિજનનું પાણી ખાસ સ્થાનિકોમાં તેની હીલિંગ પ્રોપર્ટીઝ માટે જાણીતું છે. અમે અંતે ટારનાઉમાં જ એક હોટેલમાં રોકાયાં. ત્યાં પણ મિનરલ વોટરનો ઝરો હતો જ. અહીં કલાકના પાંચ યુરોમાં તો હૂંફાળા પાણીમાં પડ્યા રહેવાની મજા લઈ શકાય તેમ હતું.
એક સમયે એમ પણ લાગ્યું કે ઝાલિપાઈ અન્ો ટારનાઉનાં ફીચર્સ મળીને એક જ ગામ હોત તો જરા વધુ રિલેક્સ થઈ શકાયું હોત. ઝાલિપાઈમાં અમે ફૂલોનાં પેઇન્ટિંગ્સથી આંખો શેકી અને પછી ટારનાઉમાં જાણે નાહવા જ પહોંચી ગયેલાં. પોલેન્ડની આ સાઇડને દુનિયા ભાગ્યે જ એક્સપ્લોર કરે છે, તેનો ફાયદો એ છે કે અહીં અમને ડેસ્ટિનેશન પણ અમારું પોતાનું હોય તેમ લાગવા માંડેલું. હવે જર્મન-પોલિશ લગ્ન માણવાનો સમય આવી ચૂક્યો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -