Homeવીકએન્ડધૂપ મેં સબ રંગ ગહરે હો ગયે, તિતલિયોં કે પર સુન્હરે હો...

ધૂપ મેં સબ રંગ ગહરે હો ગયે, તિતલિયોં કે પર સુન્હરે હો ગયે!

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

શહર કા જાદૂ
મીલોં તક
એક હી પટરી પર
નિહાયત બેદિલી સે
દૌડતી હુઈ ટ્રેન
જબ શહર મેં દાખિલ હુઈ
તો મસ્તી મેં આકર
પટરિયાં બદલને લગી
લહરા કે ચલને લગી.
-મોહમ્મદ અલવી
છઠ્ઠા દાયકાના ઉર્દૂ-હિન્દી મિશ્રિત ભાષાના સુખ્યાત શાયર અને ફિલ્મી ગીતકાર શ્રી નિદા ફાઝલી (૧૯૩૮-૨૦૧૬)એ તેમના સમકાલીન કવિ મોહમ્મદ અલવીને ‘શબ્દોના ચિત્રકાર’નું વિશેષનામ આપ્યું છે. તેમણે લખ્યું છે: “તેમની દરેક નઝમ યા ગઝલ કાચની જેમ પારદર્શક હોય છે, જેમાં વાચક પોતાનો ચહેરો જોઈ શકે છે. અનુભવ અને અભિવ્યક્તિ વચ્ચેના અંતરને ઓછું કરવાની કળા અલવી પાસે છે. તેમની શાયરી પર મુનીર નિયાઝી તથા નાઝિર કાસ્ત્મીનો પ્રભાવ છે. પરંતુ આ પ્રભાવને એમણે પોતીકા શબ્દોમાં ઝીલી, તેને પોતીકાં રંગરૂપ આપ્યા છે. તેમની શાયરીની ભાષા સૂફીઓ અને સંતોની બોલીઓ જેવી સીધી, સહજ અને ચિત્રાત્મક છે.
મહાનગરમાં રાબેતા મુજબની કંટાળાજનક જિંદગી જીવતા સામાન્ય લોકોની પારાવાર યાતના, તેઓના જીવનની આસપાસ આકાર લેતી ઘટનાઓની યથાર્થતા, યાંત્રિક જીવનશૈલી તરફનો આક્રોશ, જિંદગીના અસલ અને મૂળ હેતુ સુધી પહોંચવાની તલપ અને મથામણ, મધ્યમ વર્ગના લોકોની મૂંઝવણો, જટિલતા, કશ્મકશ, ગૂંચવણોનું આબાદ બયાન, વ્યક્તિગત અનુભવની સાથે ઝીણું નિરીક્ષણ અને આલેખન-વગેરે અલવીનાં કાવ્યોમાં જોવા મળે છે.
શ્રી અલવીનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૨૭ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે તેમનું શિક્ષણ અમદાવાદ અને દિલ્હીમાં લીધું હતું. આ કવિએ સર્જનનો શુભ આરંભ વાર્તા દ્વારા કર્યો હતો. આ વાત નવાઈ પમાડે તેવી છે. આ પછી પોતે જ પોતાના વિવેચક બન્યા અને વાર્તા લેખનથી પોતે વિમુખ થઈ ગયા. વાર્તાસર્જનને પૂર્ણવિરામ આપ્યા પછી તેઓ કવિતા સર્જન તરફ વળી ગયા.
‘ખાલી મકાન’ (૧૯૬૩) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ત્યાર પછી ‘આખરી દિન કી તલાશ’ (૧૯૬૮), ‘તીસરી કિતાબ’ (૧૯૭૮), ‘ચૌથા આસમાન’ (૧૯૯૧) નામનાં કવિતાનાં પુસ્તકો આપ્યાં છે. ગુજરાત રાજ્યની ઉર્દૂ સાહિત્ય અકાદમીએ તેમન સમગ્ર કવિતાનો ગ્રંથ ‘રાત ઈધરઉધર રૌશન’ (૧૯૯૫) પ્રગટ કર્યો છે. તેમનાં ઉર્દૂ કાવ્યોનો ભાવાનુવાદ કવિ હનીફ સાહિલે ‘હવાના ટકોરા’ (૨૦૦૯)નામથી તૈયાર કર્યો છે. અલવીના ‘ચૌથા આસમાન’ને દિલ્હી સાહિત્ય અકાદમીનો ઈ.સ. ૧૯૯૨નો શ્રેષ્ઠ પુસ્તકનો ઍવોર્ડ મળ્યો હતો. તેમની કવિતા-સેવાને ધ્યાનમાં લઈને તેમને ઓલ ઈન્ડિયા અકાદમી ઍવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને દિલ્હીની ગાલિબ અકાદમી દ્વારા ગાલિબ ઍવોર્ડ એનાયત થયા હતા.
તેમણે ગઝલો, નઝમો અને લઘુકાવ્યો સર્જ્યાં છે. એક કવિની કલ્પના ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે તેનું ઉદાહરણ હવે પછી ટાંકેલા લઘુકાવ્યમાંથી મળે છે. માત્ર ત્રણ પંક્તિની આ કવિતાનો કલ્પના-વિસ્તાર કેટલો વ્યાપ ધરાવે છે તે માણવા લાયક છે:
* * *
આંખ કે ઘોંસલે મેં
નીંદ કી ચિડિયા ને
ખ્વાબ કે અંડે દિયે
* * *
‘ફરવરી’ શીર્ષક હેઠળની કવિતા વર્તમાન ક્ષણોની વાત છેડે છે અને તેનો અંત કેવો ચોટમાં પરિણમે છે તે જુઓ:
* * *
કમરે મેં હર ચીઝ
અપની જગહ મૌજૂદ થી,
સબ ઠીક-ઠાક થા. ફિર ભી
યૂં લગ રહા થા
જૈસે કોઈ ચીઝ
ચોરી હો ગઈ હૈ.
મૈં ને એક બાર ફિર
કમરે કા જાયઝા લિયા,
અલ્મારી
ઔર ટેબલ કે ખાનોં મેં
હર ચીઝ
જૂં કી તૂં રકખી હુઈ થી,
લેકિન કેલેન્ડર સે
અટઠાઈસ કે બાદ કી તારીખેં
ચોરી હો ગઈ થીં.
* * *
વ્યક્તિને એકલતા-તન્હાઈ ક્યારેક સારી તો ક્યારેક નઠારી લાગતી હોય છે. આ એકલતાને તે કઈ નજરે જુએ છે, અનુભવે છે તેના પર તેનો મદાર હોય છે. આ એકલતા ક્યારેક માણસને અંદરથી કોરી ખાય છે તો ક્યારેક એ જ તન્હાઈ માણસને બે-પાંચ ક્ષણ માટે લીલોછમ્મ કરી દેતી હોય છે, પરંતુ આ કવિને તન્હાઈનો કેવો અનુભવ થયો છે તેની વાત સાંભળવા લાયક છે:
* * *
કભી કભી અચ્છી લગતી હૈ
ઔર કભી યૂં લગતા હૈ
જૈસે મૈં
ઢેરોં મિટ્ટી કે નીચે
કફન બાંધ કે સોયા હૂં.
* * *
મહાનગરમાં સંધ્યા ઢળતા તેના રાજમાર્ગો અને ઈમારતો રોશનીથી ઝળહળી ઊઠે છે. પસાર થતાં વાહનોની લાઈટ તેમાં ઉમેરો કરે છે. સાંજની વિદાય પછી આવનારી રાત્રિની હાલત કેવી થાય છે. તેનું દૃશ્ય આ કવિએ તેમની નાનકડી નઝમમાં કેદ કરી લીધું છે:
* * *
શામ હોતે હી
શહર મેં
બૂંદ-બૂંદ રોશની ગિરતી હૈ
ઔર ફિર
સારા શહર
ઝગમગા ઉઠતા હૈ,
રાત શહર સે બાહર
મારી-મારી ફિરતી હૈ.
* * *
આ કવિતાની અંતિમ બે પંક્તિઓ વાચકોને આંચકો પમાડે તેવી છે. રાત્રિને નગરની બહાર ભટકવું પડે તેવા આલેખનમાં કવિએ ઠાંસી ઠાંસીને વેદના ભરી દીધી છે.
આ ગંભીર શિષ્ટ શાયરે હળવા મૂડ અને મિજાજનાં કાવ્યો અને ગઝલોનું યે સર્જન કર્યું છે. ભાગ્યે જ એવો કોઈ સર્જક હશે જેણે ‘ઘર’ વિશેનાં સંવેદનો આલેખ્યાં ન હોય. પણ અલવીજીએ તેમાં વ્યંગ્ય અને રમૂજ ઉમેરી ‘ઘર’ વિશેની અનુભૂતિનું આલેખન કર્યું છે. તેમણે આ કવિતાને વળી ‘ભૂત’ એવું શીર્ષક આપ્યું છે. તેમની અભિવ્યક્તિ જુઓ:
* * *
વો જો નીમ કે પેડ પડે હૈં.
વહાં સે રસ્તા મુડ જાયેગા,
ચાર છહ ખેતોં સે કુછ આગે,
આમ કા બાગ નઝર આયેગા,
બાગ કે પાસ
ઈક દુબલી-પતલી
નદિયા બહતી હોગી,
નદિયા સે લગ કર
ટીલે પર
ગાંવ ચમકતા હોગા,
ગાંવ કે ઈક છોટે સે ઘર મેં
મુઝ કો જાના હૈ.
ઘર વાલે સબ ભૂત સમઝ કર
શોર મચા દેંગે.
ઔર મુઝે ભી ઉન લોગોં કો
ખૂબ ડરાના હૈ.
* * *
‘બૂઢો કા ઘર’નામની કવિતામાં તેમણે ઘડપણની સ્થિતિનું વર્ણન કર્યું છે. તેમાં કવિએ જાણે કે પોતાની જ અનુભૂતિ રેડીને સ્પષ્ટ ચિત્ર ઉપસાવી આપ્યું છે:
* * *
કભી કભી યૂં લગતા હૈ
જૈસે મૈં બૂઢોં કા ઘર હૂં,
એક સે એક દુખી બૂઢા
મેરે અન્દર રહતા હૈ,
મેરી વિપદા સુનતા હૈ,
અપના દુખડા કહતા હૈ.
* * *
સીધી સાદી સરળ ભાષા પાસેથી ખૂબીપૂર્વક કામ લેવાનું વલણ તેમની કવિતાને ઉત્તમ સ્તર સુધી લઈ
જાય છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -