ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી
યહાં
ઈસ સડક પર પડતે મેરે કદમ
પ્રતિધ્વનિત હોતે હૈં
એક દૂસરી સડક મેં
જહાં સે
મૈં સુનતા હૂં
અપને કદમોં કી આવાઝ
ઈસ સડક સે ગુઝરતે હુવે
જહાં કુછ નહીં
બસ, ધુન્ધ હી વાસ્તવિક હૈ.
-ઑક્તાવિયો પાઝ
ઑક્તાવિયો પાઝ મેક્સિકન કવિ, નિબંધકાર, અનુવાદક, સંપાદક અને રાજદ્વારી વ્યક્તિ હતા. પ્રથમ વિશ્ર્વયુદ્ધના ઓછાયામાં એટલે કે ૩૧ માર્ચ ૧૯૧૪ના મેક્સિકોના કોયોઆકાનમાં તેમનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાનું નામ જોસેફિના લોઝાનો અને ઑક્તાવિયો પાઝ સોલોર્જાનો હતું. આ સર્જકને ઈ.સ. ૧૯૯૦માં પ્રતિષ્ઠિત નોબલ પ્રાઇઝ મળ્યું હતું. ‘લિબરિન્થ ઑફ સાલીટયૂડ’ (૧૯૫૦) ‘એકાન્તની ભુલભુલામણી’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તેમણે ઈ.સ. ૧૯૬૨માં ભારતમાં મેક્સિકોના રાજદૂત તરીકે કાર્ય કર્યું હતું. રાજદ્વારી વ્યક્તિ તરીકે તેમને ફ્રાન્સમાં રહેવાનું થયું ત્યારે પાઝ અતિવાસ્તવવાદની વિચારધારાના અનુયાયી બન્યા હતા. તેમણે જાપાન અને સ્પેનનો પ્રવાસ કર્યો હતો.
નાનપણથી લેખન તરફ ઢળનાર પાઝના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેની વચ્ચે તેમનો ઉછેર થયો. તેમના દાદાજીનું અંગત-સમૃદ્ધ પુસ્તકાલય હતું. તેમના પુસ્તકોએ પાઝમાં સાહિત્ય તરફ રસ-વલણ પેદા કર્યાં. પાઝ ૧૭ વર્ષના થયા ત્યારે ઈ.સ. ૧૯૩૧માં તેમની કવિતા ‘બરદલ’ નામે સામયિકમાં છપાવા લાગી હતી. તે પછી ‘ટોલર’ અને ‘પ્રોડિગલ સન’માં તેમના કાવ્યો પ્રગટ થયાં હતાં. દરમિયાન આ સર્જક વિશ્ર્વના મહાન બૌદ્ધિકોના સંપર્કમાં આવ્યા હતા તેમાં કવિ પાબ્લો નેરુદાનોય સમાવેશ થાય છે. પાઝના જીવન પર પાબ્લો નેરુદાનો નિર્ણાયક પ્રભાવ હતો. પાઝના કાવ્યો-નિબંધોમાં જુઆના ઈનેસ ડીલા ક્રૂઝ, અલ્ફોન્સો રેયેજ, ફેદેરીકો ગાર્સિયા લોરકા વગેરેની અસર જોવા મળે છે. આંદ્રે બ્રેતો અને હેન્રી મિચોડ્સના પરિચયથી પાઝની કવિતામાં સર્રિયાલિઝમનો પ્રવેશ થયો હતો. આ સર્જક માર્ક્સવાદ, અસ્તિત્વવાદ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મથી પ્રભાવિત થયા હતા.
તેમનો કાવ્યગ્રંથ ‘વાઈલ્ડ મૂન’ ઈ.સ. ૧૯૩૩માં પ્રગટ થયો પછી તેમણે ‘ધ બો એન્ડ ધ લીયર’ (૧૯૫૬), ‘ફિગર્સ એન્ડ ફિગરેશન્સ’ (૧૯૬૬) તથા ‘મેમરીઝ એન્ડ વર્ડ્ઝ’ (૧૯૯૭) નામક કૃતિઓ આપી હતી. તેમને ઈ.સ. ૧૯૮૨માં ન્યુસટેડ ઈન્ટરનેશનલ પ્રાઈઝ પણ મળ્યું હતું. પાઝની કવિતાના ભાવાનુવાદ અલિઝાબેથ બિશપ, ચાર્લ્સ ટોમલિન્સન, ડોનલ્ડ ગાર્ડનર, મરિએલ રકાયઝર અને માર્ક સ્ટ્રેન્ડે કર્યા છે. પાઝની ખૂબ જ જાણીતી કાવ્યકૃતિનો ગુજરાતી ભાવાનુવાદ જગદીશ જોષીએ ‘સૂર્યઘટિકાયંત્ર’ નામથી પ્રગટ થયો છે. પાઝનું ૧૯ એપ્રિલ ૧૯૯૮ના દિવસે ૮૪ વર્ષની ઉંમરે મેક્સિકોમાં અવસાન થયું હતું.
પાઝની કવિતામાં જિંદગીના વિવિધ રંગ, રૂપ, આકાર, વિશેષતાના વર્ણન વ્યક્ત થયા છે. તેમના કાવ્યોમાં જીવનની નિસ્બત પ્રગટ થતી અનુભવાય છે. ‘અંતિમ સુબહ’ શીર્ષકવાળુ તેમનું લઘુકાવ્ય જોઈએ:
તુમ્હારે કેશ
જંગલ મેં ખો ગયે હૈં,
તુમ્હારે પૈર છૂ રહે હૈં
મેરે પૈર.
સોયે હુવે તુમ
રાત સે ભી બડે લગતે હો,
લેકિન તુમ્હારે સપને
સમા જાતે હૈં
ઈસ કમરે કે ભીતર હી.
હમ જો છોટે હૈં
આખિર હૈં કિતને બડે!
બાહર ગુઝરતી હૈ એક ટૈક્સી
પ્રેતો સે ભરી
પાસ હી બહને વાલી નદી
હંમેશાં
બહતી હૈ ઉલ્ટી.
ક્યા કલ કા દિન
હોગા કુછ ઔર?
ભૂતકાળને ક્યાં સુધી વાગોળ્યા કરીશું અને અનાગત વિશે તો કશું જ વિચારી શકાતું નથી. જિંદગીની આ કશ્મકશ વચ્ચે માણસનું જીવતર પસાર થઈ જતું હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે કવિને શબ્દોનો સેતુ જોડી રાખતો હોય છે. કોઈ પણ કવિ માટે આટલું આશ્ર્વાસન જેવું તેવું નથી. આ સંદર્ભમાં ‘સેતુ’ નામની કવિતા માણવા-પ્રમાણવા જેવી છે:
વર્તમાન ઔર વર્તમાન કે બીચ
મૈં હૂં ઓર તુમ હો કે બીચ
યહ શબ્દસેતુ
ઈસ મેં પ્રવેશ કરતે હુવે
તુમ પ્રવેશ કરતે હો ખુદ કે ભીતર:
દુનિયા જુડતી હૈ
જુડકર હો જાતી હૈ
એક ગોલ છલ્લે કી તરહ.
એક કિનારે સે દૂસરે તક
હૈ હમેશા
એક દેહ તની હુઈ:
એક ઈન્દ્રધનુષ!
મૈં સોઉંગા ઈસ કે મેહરાબ
કે નીચે.
‘ગલિયારા’ નામની નાનકડી કવિતામાં વાચકોને એક નવા જ કવિનો પરિચય થાય છે. શ્ર્વાસોચ્છ્વાસ ચાલે છે ત્યાં સુધી જ શરીરનું મૂલ્ય હોય છે. દેહ નિશ્ર્ચેતન થાય પછી તેની અંતિમ ક્રિયા થતી હોય છે. આ વિશે પાઝ કેવી પ્રતિક્રિયા આપે છે તે જુઓ:
હવા સે ઝ્યાદા
પાની સે ઝ્યાદા
હોઠોં સે ભી ઝ્યાદા
હલકા હૈ હલકા
તુમ્હારા શરીર
તુમ્હારે શરીર કા
અવશેષ હૈ.
ગલી, શેરી, શેરીનું નાકું – વગેરે વિષયો-કલ્પનોને કવિતામાં વણી લઈને ઘણું લખાયું છે. પરંતુ પાઝે ‘ગલી’ શીર્ષક હેઠળની તેમની મધ્યમ કદની કવિતામાં વિસ્મય, અચરજ, અટકળ અને રહસ્યના તાણાવાણા ગૂંથી લઈ કેવું કાવ્યતત્ત્વ સિદ્ધ કર્યું છે તે માણવા લાયક છે:
ગલી એક લમ્બી ઔર સૂની.
ચલા અન્ધેરે મેં, ઠોકર ખાવે ગિર જાતા,
ઉઠતા હૂં ચલતા ટટોલતા, મેરે પાંવ
પડતે ચુપ પત્થરોં પર, પત્તો પર સૂખે હુવે,
પીછે-પીછે કોઈ ઔર ભી રખતા પાંવ,
ચલતા પત્થરોં પર:
અગર મૈં રૂકૂં તો રૂક જાતા વહ ભી
અગર મૈં દોડું તો દૌડતા વહ ભી
મુડ કર મૈં દેખતા કોઈ નહીં.
હર ચીઝ અન્ધિયારી, ચૌપટ હીન
મુડતે, ફિર મુડતે ઈન કોનોં મેં
ખુલતે હી જાતે જો આગે ગલી મેં
જહાં નહીં ઈન્તઝાર મેરા કિસી કો
કોઈ ભી કરતા ન પીછા જહાં મેરા
જહાં મૈં કરતા હૂં પીછા કિસ આદમી કા
ખાતા જો ઠોકર, ફિર ઉઠતા હૈ ઔર
મુઝે દેખ કહતા હૈ:
કોઈ નહીં. ઉ