યુપીની યોગી આદિત્યનાથની પોલીસે શ્રદ્ધા હત્યા કેસ પછી ‘ખૂની’ આફતાબ દ્વારા કરવામાં આવેલા 35 ટુકડાઓને યોગ્ય ઠેરવનાર આરોપીને શોધી કાઢ્યો છે. યુપીની બુલંદશહેર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 26 વર્ષીય યુવકે મીડિયા સાથે વાતચીત કરતી વખતે શ્રદ્ધાની હત્યાને ન્યાયી ઠેરવવા માટે કથિત રીતે ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા. જોકે, પકડાયા બાદ આરોપીએ પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. પકડાયેલ આરોપી હવે રાશિદ ખાનથી વિકાસ કુમાર બની ગયો છે.
રશિદ ખાન ઉર્ફે વિકાસ કુમારનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો દિલ્હીમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં એક યુવક રશિદે કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે પોલીસે તપાસના આધારે રશિદને કસ્ટડીમાં લીધો હતો. હવે આ યુવકે પોતાનું નામ વિકાસ જણાવ્યું છે. આ યુવક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે આ યુવક સામે અગાઉ ચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવાના 5 કેસ નોંધાયેલા છે. આ અંગે હજુ પણ પૂછપરછ ચાલી રહી છે.
આરોપીએ કહ્યું હતું કે એણે વીડિયોમાં જે પણ કહ્યું છે તે ખોટું છે. તેને ખબર ન હતી કે આવું બોલવાથી સમસ્યા થશે. કેમેરાની સામે આરોપીએ પોતાના ગુના કબૂલ કર્યા હતા. પોતાના નિવેદન પર અફસોસ વ્યક્ત કરતા આરોપીએ આત્મહત્યા કરવાની પણ ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાની હત્યા બાદ આરોપીએ આફતાબ દ્વારા તેના મૃતદેહના કરવામાં આવેલા 35 ટુકડાઓને યોગ્ય ઠેરવ્યા હતા. આરોપીએમાં કહ્યું હતું કે, ‘જો કોઈ પુરુષનો મૂડ સારો ન હોય તો તે સ્ત્રીના 35 ટુકડા પણ કરી શકે છે. મેં પણ આનો અનુભવ કર્યો છે.’ વીડિયોમાં આરોપીએ પોતાનું નામ રાશિદ ખાન જણાવ્યું હતું. તેણે પોતાને ઉત્તર પ્રદેશના બુલંદશહરનો રહેવાસી ગણાવ્યો હતો.