Homeદેશ વિદેશએ યુવાને મેટ્રોની ફર્શ કાગળથી કરી સાફ

એ યુવાને મેટ્રોની ફર્શ કાગળથી કરી સાફ

સોશિયલ મીડિયા પર યુવક બન્યો સ્વચ્છ ભારત અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર
નવી દિલ્હીઃ ભારત સ્વચ્છ અભિયાન હાથ ધરવામાં આવ્યા પછી યુવાનોમાં આ મુદ્દે સૌથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે, અને એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ દિલ્હીની મેટ્રોમાં જોવા મળ્યું હતું. મેટ્રોમાં ભૂલથી એક યુવાનના હાથે ટિફિન બોક્સ પડી ગયું હતું અને બોક્સમાંથી ફર્શ પર ખાવાનું પડી ગયું પછી પળનો વિચાર કર્યા વિના કાગળના ટુકડાથી ફર્શ સાફી કરી દીધી હતી, ત્યાર બાદ તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ લોકોએ તેની કામગીરીને તારીફ પણ કરી હતી. એટલું જ નહીં, તેની પોસ્ટ વાઈરલ થયા બાદ લોકોએ તેને સ્વચ્છ ભારત અભિયાનનો સાચો બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરવામાં આવેલા અહેવાલ અનુસાર એક યુવક દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યો છે ત્યારે બેગમાંથી પાણીની બોટલ કાઢવાનો પ્રયાસ કરતી વખતે ભૂલથી તેનું ટિફિન ફર્શ પર પડી ગયું હતું અને ટિફિન બોક્સમાંથી ખાવાનું ફર્શ પર પડી ગયા પછી તેની ફર્શ મેટ્રોમાંથી કાગળ લઈને સાફ કરવા લાગ્યો હતો. ટાઈ પહેરલ યુવાન નોટબુકમાંથી એક પેજ ફાડીને રુમાલથી ફર્શ પર પડેલું ખાવાનું ઉઠાવીને એમાં મૂકવા લાગ્યો હતો. અલબત્ત, તેને ભૂલથી ફર્શ ગંદી કરી હતી, પરંતુ પેપર અને રુમાલની મદદથી સાફ કરી નાખી હતી. આ પોસ્ટ તો શનિવારે શેર કરવામાં આવી હતી, પરંતુ તેને હજારો લોકોએ લાઈક કરી હતી, જ્યારે સ્વચ્છતા પ્રત્યે તેની કામગીરીને પણ વખાણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -