Homeઆપણું ગુજરાતફરી સુરતમાં ગર્ભવતી મહિલાનું નજીવી તકલીફ બાદ મોત

ફરી સુરતમાં ગર્ભવતી મહિલાનું નજીવી તકલીફ બાદ મોત

કોઈ બીમારી ન હોવા છતાં છાતીમાં દુખાવો કે ગભરામણથી મૃત્યુ થવાના કિસ્સા સતત વધતા રહે છે. સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક મોત થયું છે. નવાગામ વિસ્તારમાં રહેતી મહિલાને અપચો થતાં ઝાડા થઈ ગયા હતા અને સવારે ઊઠ્યા બાદ ટોઈલેટ ગઈ હતી. ત્યાં જ તેને ગભરામણ થઈ હતી અને બેભાન જેવી થઈ ગઈ હતી. જેથી પરિવારજનો હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જો કે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રમેશ ગાયકવાડ પત્ની રત્ના અને ચાર વર્ષની દીકરી સાથે નવાગામ વિસ્તારમાં રહેતા હતા. સુરતમાં છેલ્લા 15 વર્ષથી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહેલા આ પરિવારને ત્યાં ફરી પારણું બંધાવાનું છે. તેમની પત્ની રત્નાને ચાર માસનો ગર્ભ હતો.
ગર્ભવતી રત્નાને તબિયતમાં ખાસ કોઈ સમસ્યા ન હતી. દરમિયાન આજે સવારે ઉઠ્યા બાદ ટોયલેટ ગઈ હતી. ટોયલેટમાંથી બહાર નીકળ્યા બાદ તેને વધારે ગભરામણ થઈ હતી. જેથી પતિએ કહ્યું હતું કે થોડો આરામ કરી લે. જોકે પત્નીને થોડી ક્ષણો બાદ પતિએ ઉઠાડતા તે ઊઠી ન હતી. જેથી પતિએ મકાનમાલિક સહિતના લોકોને બોલાવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. આ મૃત્યુથી પરિવાર વિખેરાયો હતો અને ચાર વર્ષની બાળકી અનાથ થઈ હતી.
આવો જ કિસ્સો થોડા દિવસ પહેલા નવ મેના રોજ બન્યો હતો જેમાં 23 વર્ષીય આશાલતા ગૌડાનું મોત થયું હતું. જેને સાત માસનો ગર્ભ હતો. રાત્રે છાતીમાં દુખાવા બાદ મોત થયું હતું.
અગાઉ ક્રિકેટ રમતા કે ગરબા ગાતા ગાતા યુવાનો ઢળી પડ્યા હોવાના અને મૃત્યુ થયા હોવાના કિસ્સા બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -