પુણે: દેશના યુવાનો ભારતને એક સુપર પાવર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, એવું લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પુણે ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત ‘લોકશાહીની માતા’ છે.
અત્યાર સુધી વિશ્ર્વમાં જે પરિવર્તનો થયાં છે તે યુવાનો દ્વારા કરવામાં આવ્યાં છે. દેશની નવી પેઢી રાષ્ટ્રને મહાસત્ત્ાા બનાવવા માટે સખત મહેનત કરી રહી છે અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી યોગદાન આપી રહી છે, એવું બિરલાએ વધુમાં જણાવ્યું હતું.
માત્ર રાજકારણમાં જ નહીં, નેતૃત્વના ગુણો દરેક ક્ષેત્રમાં જરૂરી છે, એમ કહીને બિરલાએ ઉમેર્યું હતું કે આ ગુણો વિકસાવવા માટે સતત પ્રયાસ કરવા જરૂરી છે. સારું નેતૃત્વ સુશાસન તરફ દોરી જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને સક્ષમ નેતૃત્વ મળ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે, એવું તેમણે વધુમાં કહ્યું હતું.
(પીટીઆઈ)