Homeઆમચી મુંબઈતમારી પાસે ચલો એપ, ચલો સ્માર્ટ કાર્ડ છે? તો આ તમારા માટે...

તમારી પાસે ચલો એપ, ચલો સ્માર્ટ કાર્ડ છે? તો આ તમારા માટે જ છે….

મુંબઈગરાની લાઈફલાઈન છે લોકલ ટ્રેન અને સેકન્ડ લાઈફલાઈન છે બેસ્ટની લાલ પરી… હવે બેસ્ટની બસમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. બેસ્ટ દ્વારા જે પ્રવાસીઓ પાસે ચલો સ્માર્ટ કાર્ડ કે પછી ચલો એપ હશે એ પ્રવાસીઓને બસમાં ચઢવામાં પ્રથમ પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતની અમલબજાવણી શરૂ થઈ ગઈ હોવાની માહિતી પણ ઉપક્રમ દ્વારા આપવામાં આવી છે. પ્રવાસીઓ વધુને વધુ ડિજિટાઈઝેશન તરફ વળે એ માટે ચલો એપ અને ચલો સ્માર્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા.
ટિકિટ અને પાસનો રોકડ વ્યવહાર ઘટાડી શકાય એ માટે બેસ્ટ દ્વારા પહેલી જાન્યુઆરી, 2022થી ચલો સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યા હતા. કાર્ડની કિંમત 70 રૂપિયા છે અને તેમાં તમે 3000 રૂપિયા સુધીનું રિચાર્જ કરી શકો છે. બેસ્ટની ચલો એપ કે સ્માર્ટ કાર્ડને ઓનલાઈન રિચાર્જ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
ડિસેમ્બર મહિનામાં ચલો એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. પાસ અને રોજબરોજ ટિકિટ મેળવવા માટે પણ પ્રવાસીઓએ મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડે છે અને એની મદદથી ઘરે બેઠા ટિકિટ કઢાવી શકાય એમ છે. હાલમાં છ લાખ લોકો ચલો સ્માર્ટ કાર્ડ વાપરે છે અને 1 લાખ 20 હજાર લોકો ચલો એપ દ્વારા ટિકિટ કઢાવે છે.
હવે બેસ્ટ દ્વારા એપ અને સ્માર્ટ કાર્ડ યુઝર્સને બસમાં પ્રવેશવામાં પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલ બજાવણી મુંબઈના બસ સ્ટોપ પર શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને શરૂઆતના બસ સ્ટોપ પર પ્રવાસીઓને આવી સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ એપ કે કાર્ડ ન હોય એવા પ્રવાસીઓને લાંબા સમય સુધી બસ સ્ટોપ પર લાઈનમાં ઊભા રહેવું પડતું હોય છે જેને કારણે અન્ય પ્રવાસીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -