પાટનગર દિલ્હી સહિત આ રાજ્યમાં ત્રણ દિવસ યેલો એલર્ટ
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફવરસાદની અસર મેદાની વિસ્તારો સુધી જોવા મળી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી સહિત ત્રણ રાજ્ય માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે પાટનગર નવી દિલ્હીમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, જ્યારે આગામી દિવસોમાં મિનિમમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે જઈ શકે છે.
પાટનગર દિલ્હીમાં ધુમ્મસિયા વાતાવરણની વચ્ચે જોરદાર ઠંડી પડી શકે છે, તેથી આ રાજ્યોમાં એક નહીં બંને તરફનું જોખમ રહેશે, તેથી સ્થાનિકોને સજાગ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભયંકર ઠંડી પડી રહી છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ઠંડી પડી શકે છે. સોમવારે મિનિમમ તાપમાન 1.4 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે પાટનગરમાં આગામી બે દિવસ ઠંડીનું જોર રહેશે. એની સાથે આગામી બે દિવસ સુધી મિનિમમ ટેમ્પરેચર 1.4 ડિગ્રી નોંધાઈ શકે છે, ત્યાર બાદ અઢારમી જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થશે. પર્વતીય વિસ્તારોથી મેદાનીય વિસ્તારોમાં જોરદાર ઠંડી પડી રહી છે, જ્યારે અમુક વિસ્તારોમાં બરફ વરસાદ થઈ રહ્યો છે, તેથી અહીંના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડી શકે છે. દિલ્હી સિવાય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ 17 અને 18 દરમિયાન શીતલહેરનું મોજું ફરી વળશે, જ્યારે 19, 20 અને 21મી જાન્યુઆરીના હવામાનમાં થોડો સુધારો થઈ શકે છે.