મુંબઈઃ 31મી ડિસેમ્બરે શનિવારના પ્રવાસીઓની સુવિધા માટે મુંબઈ સબર્બનમાં લોકલ ટ્રેનો દિવસ રાત દોડાવવામાં આવશે. મુંબઈગરાના ટ્રાન્સપોર્ટેશન માટેના સૌથી મોટા પરિવહન લાઈફલાઈન એટલે લોકલ ટ્રેનો અને બેસ્ટ પરિવહનની ગણતરી કરવામાં આવે છે, જેમાં શનિવારે વિદાય થઈ રહેલા 2022 અને નવા વર્ષના સેલિબ્રેશન માટે મુંબઈગરા ગેટવે ઓફ ઈન્ડિયા સહિત અન્ય ટૂરિસ્ટ સ્પોટ હરવાફરવા જતા હોવાથી ખાસ કરીને 12 વિશેષ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે રાતના ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટ વચ્ચે આઠ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેની સાથે સાથે મધ્ય રેલવેમાં પણ રાતના સીએસએમટી અને કલ્યાણ અને કલ્યાણ-સીએસએમટી વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે હાર્બર લાઈનમાં સીએસએમટી પનવેલ વચ્ચે એક અને પનવેલ-સીએસએમટી વચ્ચે એક લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, એમ રેલવેએ જણાવ્યું હતું.