ચીનના અનેક પ્રાંતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે, જેમાં હેબેઈ પ્રાંતમાં કોરોનાથી લોકોની સ્થિતિ વધુ દારુણ બની છે. અહીંની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરાવવા માટે લોકોને કાકલુદી કરવી પડે છે, જ્યારે સ્માશાનોમાં પણ સેંકડોની ભીડ જોવા મળી રહી હોવાના અહેવાલો વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગને પહેલી વખત અધિકારીઓને આગ્રહ કર્યો છે કે શક્ય એટલા લોકોના જીવનનું રક્ષણ કરવામાં આવે.
ચીનમાં ઝીરો કોવિડ પોલિસીને બંધ કરવામાં આવ્યા પછી સૌથી પહેલી વખત જીનપિંગનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું હતું કે કોરોનાના નિયંત્રણ માટે સમાજ-લોકોને વધુ મજબૂત કરવા પડશે એની સાથે શક્ય એટલા લોકોના જીવન, સુરક્ષા અને આરોગ્યનું રક્ષણ કરવામાં આવે. ચીનના હેબેઈમાં વયોવૃદ્ધ લોકોમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે. તેને કારણે સમગ્ર પ્રાંતની હોસ્પિટલના આઈસીયુ વોર્ડ, સ્મશાન ઘાટમાં લોકોની ભીડ જોવા મળે છે. ઝોઉઝોઉ પ્રાંતમાં તો હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને પાછી મોકલવામાં આવે છે, કારણ કે આઈસીયુ ફુલ્લ છે. અહીંની હોસ્પિટલમાં ન તો વીજળી છે ન તો ઓક્સિજનની વ્યવસ્થા નથી. હોસ્ટિપલમાં જો ઓક્સિજનની વ્યવસ્થા જ ન હોય તો દર્દીને કઈ રીતે બચાવી શકો છો. જો તમારે મોડું થતું ન હોય તો બીજી હોસ્પિટલમાં લઈ જવાની વિનંતી કરતા હોસ્પિટલના સ્ટાફનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો.
નિષ્ણાતોનું માનવું છે કે વયોવૃદ્ધ લોકોએ બુસ્ટર ડોઝની કમી અને ચીનની સ્વદેશી રસી પણ અસરકારક નિવડી નથી, તેથી કોરોના વાઈરસને શરીરમાં એક ફર્ટાઈલ ગ્રાઉન્ડ મળી રહ્યું છે, પરિણામે તે મ્યુટેટ કરી રહ્યા છે.