દિલ્હીના જંતર-મંતર પર દેશના ટોચન રેસલર્સનું ધરણા પ્રદર્શન 17માં દિવસે પણ ચાલુ છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે. ખેડૂતો પણ કુસ્તીબાજોના સમર્થનમાં આગળ આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે 11 મેના રોજ તેઓ દેશભરમાં કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણનું પૂતળું બાળશે. રેસલર્સ સતત બ્રિજ ભૂષણ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડ માટે 21 મેની સમયમર્યાદા આપી હતી, જેને લઈને પોલીસે દિલ્હી બોર્ડર પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે. કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ સામે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ જંતર-મંતર પર કેન્ડલ માર્ચ પણ કાઢી હતી.
કુસ્તીબાજો સતત માંગ કરી રહ્યા છે કે બ્રિજ ભૂષણ સામે કાર્યવાહી થવી જોઈએ. આ સાથે બ્રિજ ભૂષણનું કહેવું છે કે જો મારી વિરુદ્ધ પુરાવા મળશે તો હું મારી જાતને ફાંસી આપીશ.
રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજોએ તેની ધરપકડની માંગ સાથે ધરણા શરુ કર્યા છે.