મુંબઈઃ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાર મહાનગર પાલિકા દ્વારા રસ્તાઓના સુશોભીકરણની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાલિકાઓના વધતા કદની વચ્ચે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. અલબત્ત, દેશની સૌથી મોટી ધનાઢય નગરપાલિકા (મુંબઈ મહાનગરપાલિકા) દ્વારા મુંબઈ રિજનના જોખમી એવા ટ્રાફિક જંક્શનને સુરક્ષિત બનાવવા માટે પહેલ હાથ ધરી છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ યોજના હાથ ધરવામાં આવી છે. મુંબઈ મહાનગરમાં ખાસ કરીને અકસ્માતોને નિયંત્રણમાં લાવવાની ખાસ યોજના ઘડી કાઢી છે. આ યોજના મારફત મુંબઈ મહાનગરમાં અકસ્માત માટેના જોખમી (બ્લેક સ્પોટ) એવા 20 ટ્રાફિક જંક્શનને સુરક્ષિત બનાવવામાં આવશે, જ્યારે એ પેટર્નના આધારે ટ્રાફિકમાં ફેરફાર પણ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ મુદ્દે પાલિકાના ઉચ્ચ અધિકારીની બેઠક યોજવામાં આવી હતી. પાલિકાના ઉચ્ચ અધિકારીની સાથે વિદેશના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના મહત્ત્વના પાંચ જંક્શનનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ મહાનગર પાલિકાની હદમાં અન્ય સ્થાનની તુલનામાં 20 બ્લેક સ્પોટ પર જ્યાં સૌથી વધારે અકસ્માત થાય છે, તેથી આ વિસ્તારના ટ્રાફિક જંક્શનોની કાયાપલટ કરવામાં આવશે. ટ્રાફિક ઈન્ટરસેક્શનને એકંદરે સુરક્ષિત બનાવવા માટે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેરફાર કરવામાં આવશે, જેમાં ફૂટપાથની પહોળાઈ વધારવામાં આવશે. આ ઉપરાંત, ક્રોસિંગનું અંતર ઘટાડવામાં નવા આશ્રયસ્થાનો બનાવવા અને ટ્રાફિકની ગતિને મર્યાદિત કરવા અને લેન માટે અન્ય વિકલ્પો અપનાવવામાં આવશે.