સંયુક્ત રાષ્ટ્રસંઘની રાજદૂત નિક્કી હેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. નિક્કી હેલી ભારતીય મૂળના નેતા છે, જે ફેબ્રુઆરીમાં રિપબ્લિકન પાર્ટીવતીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે 2024માં ચૂંટણી યોજવામાં આવશે.
નિક્કી હેલી અમેરિકાના દક્ષિણ કૈરોલિનાના ગવર્નર રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની તૈયારી કરવા અંગે નિક્કીના નજીકના વર્તુળોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા અંગેની પંદરમી ફેબ્રુઆરીના ચાર્લ્સટનમાં જાહેરાત કરીને તેઓ સક્રિયા રાજકારણમાં એન્ટ્રી કરશે. કહેવાય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી 51 વર્ષના હેલી ચૂંટણીની સ્પર્ધામાં બીજા નંબરના મુખ્ય ઉમદેવાર છે અને તેમને નવેમ્બરમાં નવી ઈનિંગની જાહેરાત કરવાના સંકેતો આપ્યા હતા. જો હેલી ચૂંટણી લડવા અંગેની જાહેરાત કરે છે તો સૌથી મોટું પરિવર્તન આવશે. હેલીએ વર્ષ 2021માં જાહેરાત કરી હતી કે જો ટ્રમ્પ ચૂંટમી લડશે તો તેઓ ચૂંટણી લડવા માટે આગળ આવશે નહીં. પરંતુ હેલીએ આ મહિનાની શરુઆતમાં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની યોજનામાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે દરેક વ્યક્તિ મોટી છે અને જ્યારે તમે અમેરિકાના ભાવિને જોઈ રહ્યા છો, તેથી મને લાગે છે કે આ નવી પેઢીના પરિવર્તનનો સમય છે. મને લાગે છે કે વોશિંગ્ટન ડીસીમાં એક નેતા બનવા માટે તમારા 80 વર્ષના હોવાનું પણ જરુરી છે. નિકી હેલી, જેના માતાપિતા ભારતીય ઈમિગ્રન્ટ્સ હતા તથા તેઓ અમેરિકામાં લાંબા સમયથી રાષ્ટ્રપતિપદ માટે સંભવિત ઉમેદવારના રુપમાં જોવા મળે છે. દક્ષિણ કેરોલિના વિધાનસભા ક્ષેત્રમાં સેવા આપ્યા પછી હેલીએ 2010માં ગવર્નરશિપ માટે ચૂંટણી જીત્યા હતા, જ્યાં તેને શરુઆતમાં અંડરડોગ ગણવામાં આવતા હતા. હેલીએ ગવર્નરના રુપમાં છ વર્ષ કામકાજ કર્યું હતું. 2017માં ટ્રમ્પે તેમને મંત્રીમંડળમાં સામેલ કરવા પસંદગી કરી હતી. નોકરીમાં બે વર્ષ સર્વિસ કર્યા પછી તેમને એક રાજકીય બિનનફાકારક સંસ્થા કરી હતી.