Homeતરો તાજાબટુક ભૈરવની ઉપાસના અને આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે

બટુક ભૈરવની ઉપાસના અને આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે

બટુક ભૈરવની ઉપાસના અને આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે

-જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના ગ્રહ યોગોમાં આરોગ્ય દાતા સૂર્ય- મકર, શુક્ર- શનિ- કુંભ, ગુરુ- મીન, રાહુ- મેષ, મંગળ- વૃષભ, કેતુ- તુલા, બુધ- ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આ સપ્તાહમાં ગુરુ અને શનિ સ્વગૃહી છે.
આરોગ્ય માટેનો હવાલો સૂર્ય ગ્રહ ગણાય છે દરરોજ સવારે વહેલી સવારે સ્નાદી થી પરવારી શુદ્ધ જળનો અર્ગ ઉગતા સૂર્યને આપવાથી આયુ, આરોગ્યની બાબતે સુખાકારી બની રહેશે. સપ્તાહમા ઠંડીના સુસવાટા ભર્યા ઝડપી પવનો વધુ ફુકાવાથી શરદી, કફ, ઉધરસ તથા તાવ થી પીડિત દર્દીઓ વધવાની સંભાવના વિશેષ રહેલી છે. તુલસીના પાન સાથે મરી અવશ્ય ચાવજો તેનાથી બગડેલ આરોગ્ય તાત્કાલિક અસર થી સુધરશે.મોટી ઉંમરના શ્ર્વાસથી પીડિત જાતકો માટે ખૂબજ કાળજી રાખવી. નવજાત શિશુને તડકા નીચે થોડો સમય રમવા દેશો. માનસિક રોગોથી પીડિત દર્દીઓને અડદની ચીજવસ્તુઓ ખવડાવશો તો માનસિક રાહત ચોક્કસ જણાશે.
લાંબા સમયથી પીડિત દર્દીઓને માટે બાજરીની ચીજ વસ્તુ ખાવાથી ચોક્કસ રાહત જણાશે. બટુક ભૈરવના નામ-સમરણ
તથા ઉપાસના આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે તેમ જ મેડિકલ ખર્ચા
ધટશે.
ગૃહિણી મહિલા જાતકોને માસિકને લગતી સમસ્યાઓ સાથે યુરીન સંબંધિત તકલીફો વધી શકે. યુવાવર્ગને રાત્રિના સમયે નશીલા પદાર્થોના સેવન કરવાથી તબિયત ઓચિંતા બગડે. સવાર-સાંજ શુદ્ધ ઘીના અલગ-અલગ બે દિપક સાથે ચંપાની સુગંધ વાલી અગરબત્તી અવશ્ય કરવાથી જીવ સૃષ્ટિમાં માંદગીના કણો નાશ પામશે અને હકારાત્મક વિચારોનું વલણ વધશે.
મેષ રાશિના જાતકોને વધુ પડતા કામના શ્રમને કારણે તબિયત ઉપર અસર પડી શકે. રાત્રિના સમયે હલકુ ભોજન લેશો. તમારા ઇષ્ટદેવને શુદ્ધ ઘી દિપ લાંબો સમય સુધી રહે તે રીતે ઘી વધારે નાખીને પ્રગટાવશો.
વૃષભ રાશિના જાતકોને વધુ આહાર કરવાને કારણે આળસ આવી જાય તેને કારણે ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો વધી
શકે છે.
સંપૂર્ણ ગળપણવાળું ખાવાનું છોડી દેશો. સવારના સમયે કસરત અવશ્ય કરશો. શનિ ગ્રહના મંત્ર સંધ્યા સમયે કરવાથી આરોગ્યની સુખાકારી વધશે.
મિથુન રાશિના જાતકોને વારંવાર ચક્કર આવવાના તેમ જ બી.પી. વધવાની સમસ્યા હજુ પણ ચાલુ રહેશે. યોગ્ય ડોક્ટરની દવા સાથે આરામ આવશ્યક છે. મગ-ભાતનું સેવન હિતાવહ રહેશે. મનમાંથી છૂટો ભય અવશ્ય કાઢશો.
કર્ક રાશિના જાતકોને માટે ઝાડા થવાની શક્યતાઓ રહેલી છે માટે અજાણી જગ્યાએ પાણી પીવું નહીં
મોં મા બળતરા થવાની સમસ્યા હશે તો ઓછી થઈ જશે.ફક્ત ને ફક્ત શિવલિંગ પર જળાભિષેક અનુકૂળતા મુજબ કરશો. ચંદ્ર ગ્રહના મંત્ર કરશો તેનાથી ખૂબ જ ફાયદો થશે.
સિંહ રાશિ ના જાતકોને વધુ પડતી ઠંડી લાગવાને કારણે દુ:ખાવો સંભવ.
પેટમાં અપચો થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે.જમણા હાથની પહેલી આગલીએ માણેક અવશ્ય પહેરવુ.
ક્ધયા રાશિના જાતકોને રાત્રે ઊંઘ હરામ થવાથી તબિયત કથળી શકે. મનોમન બુધ ગ્રહના જાપ કરવાથી વિશેષ લાભ ફાયદો જણાય. નિત્ય શિવજીના દર્શન અવશ્ય કરશો.પશુ પંખીને પીવાના પાણી માટે કુંડા મુકશો તેનાથી આરોગ્ય બગડેલ સુધરશે.
તુલા રાશિના જાતકોને લગ્ન જીવનમાં મત મતાંતર થવાથી તબિયત કથળે. વધુ પડતી ઊંઘ આવવાને કારણે દિનચર્યા ખોરંભે ચડે. કુળદેવીના મંત્ર જાપ તેમજ ધૂપ અગરબત્તી કરવાથી લાભપ્રદ બની રહે. વૃશ્ર્ચિક રાશિના જાતકોને મસાની સમસ્યા હલ થયેલી ફરીથી ઊથલો મારે. યુરીનમાં બ્લડ પડવાની સંભાવના રહેલી છે. ભદ્રકાળીના મંત્રો કરવાથી વિશેષ રાહત જણાશે.
ધન રાશિના જાતકોને આરોગ્ય માટે કોઈ ગરબડ રહેશે નહીં, પરંતુ હવામાનથી વિશેષ કાળજી રાખશો તેમજ પોતાની નિત્ય ઈસ્ટ ઉપાસના નિયત સમયસર કરજો.
ગુરુવારે બ્રાહ્મણને ચણાની દાળ આપવી ઉત્તમ ગણાશે.
મકર તથા કુંભ રાશિના જાતકોને માનસિક સ્થિતિ ડામાડોળ બને. રાત્રીએ ઊંઘ ન આવે.અકારણ ભય, ચિંતા સતાવે. ગેસ, એસિડીટી, અપચો સાથે અન્ય અજાણ બિમારીઓનો સંબંધ થાય. ગરીબ કુરબાને જુના કપડાનું દાન આપવાથી ઉત્તમ માનવામાં આવશે.
હનુમાનજીને શનિવારે કાચા તેલમાં સિંદૂર રાખીને ચડાવશો આ ઉપરાંત જીવદયા ચાલુ રાખશો.
મીન રાશિના જાતકોને સામાજિક સંબંધોમાં વાદવિવાદ સંભવ છે જેને કારણે મનોસ્થિતિ અકારણ બગડે.મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે.
નિત્ય ગુરુદેવના મંત્ર જાપ હરતા ફરતા કરશો.
દરેક રાશિના જાતકોએ રાત્રે માટલાનું ભરેલું પાણી વહેલી સવારે ત્રણથી ચાર ગ્લાસ પીવાથી કથળેલ આરોગ્ય સુધરશે.બાજરીનું દાન યથા શકિત કરવુ.
શુદ્ધ ઘીનો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં સાથોસાથ ગૂગલનો ધૂપ નિયમિત કરશો. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -