Homeઆપણું ગુજરાતનરસિંહ જયંતીના અવસરે આ રીતે કરો પૂજા અને મેળવો પ્રભુના આર્શીવાદ

નરસિંહ જયંતીના અવસરે આ રીતે કરો પૂજા અને મેળવો પ્રભુના આર્શીવાદ

દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીની તિથિએ નરસિંહ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે. ભગવાન નરસિંહ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર હતા. જેમણે હિરણ્યકશ્યપનો વધ કરવા માટે ઘરતી પર અવતાર લીધો હતો. આ વર્ષે 4 મે 2023ના રોજ નરસિંહ જયંતિ ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન વિષ્ણુએ નરસિંહના રૂપમાં અવતાર લઇ ધર્મની રક્ષા માટે હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા મનુષ્ય તરીકે અવતાર લીધો હતો.
એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી હરિને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી ભય, દુઃખ અને શત્રુઓનો નાશ થાય છે. આ સામગ્રીને ચઢાવવાથી વિવિધ લાભો થાય છે. બાળકો પર મુસીબતના વાદળો મંડરાતા નથી.
હિન્દુ પંચાંગમાં વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 03 મેના રોજ રાત્રે 11.49 વાગ્યાથી બીજા દિવસે 4 મેના રોજ રાત્રે 11.44 વાગ્યા સુધી નરસિંહ જયંતિ રહેશે. આ દિવસે સાંજે ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે. એટલા માટે પૂજાનો સમય સાંજે 04:18 થી સાંજે 06:58 સુધીનો જ છે. બીજી તરફ ઉપવાસના પારણા 05 મેના રોજ સવારે 05:38 બાદ કરવામાં આવશે.

તમે પણ વિષ્ણુની પરમ કૃપા તમારા પર પડે તેમ માનતા હો તો નરસિંહ જયંતિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી ભગવાન નરસિંહ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ કરો. ભગવાન નરસિંહની પૂજા પૂર્ણ વિધિ સાથે કરો અને પૂજા દરમિયાન તેમના મંત્રોનો જાપ કરો. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે ભગવાન નરસિંહને લાલ રંગના કપડામાં લપેટીને નારિયેળ અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે ભગવાન નરસિંહને મીઠાઈ, ફળ, ફૂલ અને કુમકુમ અર્પણ કરો. છેલ્લે ભગવાન નરસિંહ સ્તોત્રનો પાઠ કરો અને આરતી કરીને પૂજા પૂર્ણ કરો.
આ સાથે પંડિતો જણાવે છે કે નરસિંહ જયંતિના દિવસે ભગવાન નરસિંહનું સ્મરણ કરીને સાંજની પૂજામાં વિષ્ણુજીને નાગ કેસર અર્પિત કરો. બીજા દિવસે તેને ધન સ્થાન પર રાખો. ધન પ્રાપ્તિ માટે આ ઉપાય અચૂક માનવામાં આવે છે. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.
જો દરેક કામમાં શત્રુ રસ્તામાં આવતા હોય અથવા હંમેશા અજાણ્યા દુશ્મનોનો ભય રહેતો હોય તો નરસિંહ જયંતિ પર શ્રી હરિને કાચા દૂધથી અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ચારે બાજુથી સફળતા મળશે. જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષના કારણે તમને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ દિવસે નરસિંહ મંદિરમાં જઈને મોરનું પીંછું ચઢાવો. એવું કહેવાય છે કે આનાથી કાલસર્પ દોષ મટે છે.
ભગવાન નરસિંહ પર ચંદનનું લેપ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય, ભગવાન નરસિંહને ચઢાવેલું ચંદન જો દર્દીના કપાળ પર લગાવવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે.
અહીં જમાવી દઈએ કે દરેકે પોતાની ધાર્મિક માન્યતાઓ અનુસાર કે પોતાની શ્રદ્ધા અનુસાર અનુસરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -