વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીના નિધન પર વિશ્વભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેને 30 ડિસેમ્બરના રોજ તેમની માતા ગુમાવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું, “જીલ અને હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતા હીરાબેન મોદીના નિધન પર અમારા ઊંડા અને હૃદયપૂર્વક શોક વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના વડાપ્રધાન અને તેમના પરિવાર સાથે છે.”
Jill and I send our deepest and heartfelt condolences to Prime Minister @narendramodi on the loss of his mother, Heeraben Modi.
Our prayers are with the Prime Minister and his family at this difficult time.
— President Biden (@POTUS) December 30, 2022
પદ સંભાળ્યાના એક દિવસ પછી પોતાનું દુઃખ વ્યક્ત કરતાં, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્વીટ કર્યું, “મારા પ્રિય મિત્ર અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૃપા કરીને તમારી પ્રિય માતાના અવસાન પર મારી ઊંડી સંવેદના સ્વીકારો. તેમની આત્માને શાંતિ મળે અને તમને તેમની યાદોમાં શાંતિ મળે.”
My dear friend @narendramodi, Prime Minister of India, please accept my deepest condolences on the passing of your beloved mother. May she rest in peace and may you find solace in her memory and the rich heritage she bequeathed to you and many others.
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) December 30, 2022
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પણ હીરા બાના નિધન પર ટ્વીટ કરી મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે માતાને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી.
There is no greater loss than losing one’s mother. My condolences to Prime Minister @narendramodi on the passing away of his mother.
— Shehbaz Sharif (@CMShehbaz) December 30, 2022
ભૂતાનના વડા પ્રધાન ડૉ. લોટે શેરિંગે પણ આ દુઃખદ સમાચાર પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની પ્રિય માતાના નિધન પર મારી પ્રાર્થના અને સંવેદના. માતા-પિતાને ગુમાવવાનું દુઃખ અસહ્ય છે. ભગવાન તમને હિંમત આપે.
My prayers and condolences to Prime Minister @narendramodi on the demise of his beloved mother early today. The grief of losing one’s parent is inconsolable. I wish you strength. pic.twitter.com/LaArOc4ozp
— PM Bhutan (@PMBhutan) December 30, 2022