આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ને કે ‘હસે તેનું ઘર વસે’ અને હાસ્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ વાત પણ આપણે ઘણી વખત લોકોના મોઢે સાંભળી જ હશે. હાસ્ય એ ડિપ્રેશનથી લડવામાં પણ ટોનિકનું કામ કરે છે. જોકે, ઘણી વખત લોકો સ્મિત આપી પોતાના દુ:ખ છુપાવતા હોય છે, એવું પણ પણ બને છે પણ હકીકતમાં આવું ક્યારેય ન કરવું જોઈએ. હવે તમને થશે કે આજે કેમ હાસ્ય અને હસવાના મહત્વ વિશે વાત થઈ રહી છે તો તમારી જાણ માટે કે દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારને વિશ્વ હાસ્ય દિવસ એટલે કે વર્લ્ડ લફ્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે MAYનો પહેલો રવિવાર આજે એટલે કે 7મી મેના રોજ છે. આ હસવાના બીજા પણ અનેક ફાયદા છે, તો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે હસવું શરીર માટે કેટલું ફાયદાકારક છે અને તે કઈ રીતે શરીરને ઊર્જાથી ભરીને આપણને તરોતાજા રાખવાનું કામ કરે છે…
- સારી ઊંઘ આવે છે
વધુ હસવું એ શાંતિપૂર્ણ ઊંઘ આવવનાનું કારણ બને છે. હાસ્ય શરીરમાં મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે. જે રાત્રે શાંતિથી ઊંઘવામાં મદદરૂપ સાબિત થાય છે.
- ઇમ્યુનસિસ્ટમને મજબૂત બનાવે છે
હાસ્યની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પણ જોવા મળે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિના અભાવે અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં પોતાનું ઘર બનાવી લે છે, એટલે હસીને તમારી ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવો અને બીમારીઓને દૂર રાખો…
- મનને શાંત રાખે છે…
સ્માઈલ કરવાને કારણે શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન શરીરમાંથી તણાવ દૂર કરવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. તણાવમુક્ત રહેવા માટે હાસ્યથી મોટું બીજું કોઈ જ ટોનિક નથી.
- હાર્ટ માટે છે ફાયદાકારક
હાસ્યનું સીધે સીધું કનેક્શન હાર્ટ સાથે પણ જોવા મળ્યું છે. જે લોકો હસે છે, તેઓ વધારે ખુશ રહે છે અને તેમને હૃદયરોગનું જોખમ ખૂબ જ ઓછું હોય છે.
- ઓબેસિટીને રાખે દૂર
જે લોકો સતત તણાવમાં રહે છે એ લોકોને અન્ય લોકોની સરખામણીમાં વધારે ભુખ લાગે છે. આની સામે જે લોકો ઓછું હસતા હોય છે તેઓમાં સ્થૂળતાનું જોખમ ઘણું વધારે હોય છે. એટલે હસતાં રહેવાને કારણે ઓબેસિટીનું જોખમ પણ ઓછું થાય છે.