કતારઃ ઈરાનના જાણીતા ફૂટબોલ ખેલાડી અલી દેઈએ તાજેતરમાં દાવો કર્યો છે કે વિરોધ પ્રદર્શનનું સમર્થન કરવામાં આવ્યા પછી તેને અમુક લોકો તરફથી ધમકીઓ મળી રહી છે. ઈરાનના કુર્દિશ મૂળની 22 વર્ષની મહસા અમીનીનું મોત થયા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 16મી સપ્ટેમ્બરના મહસા અમીનીની ધરપકડ કરી હતી, જ્યારે તે તેના ભાઈ સાથે તહેરાનમાં આવી હતી. ધરપકડના ત્રણ મહિના પછી અમીનીનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ ઈરાનની રાજધાની તહેરાનથી લઈને અન્ય શહેરોમાં પણ હિંસક વિરોધ પ્રદર્શન થયાં હતાં.
કહેવાય છે કે સોમવારે ઇંગ્લેન્ડની વિરુદ્ધ ઈરાનની ટીમે મેચ વખતે રાષ્ટ્રગીત ગાવાનો ઈનકાર કર્યો હતો.