ભારત દેશ તહેવારોનો દેશ કહેવાય
છે. અહીં અલગ અલગ પ્રકારના અનેક તહેવારો મનાવાય છે. તેની સાથે દરેકના ઘરમાં પ્રસંગો પણ
આવતા હોય તેને યાદગાર બનાવા માટે જે કામ કરે છે તેને ઇવેન્ટ મેનેજમેન્ટ કહેવાય છે. આ પ્રકારના ઇવેન્ટમાં એન્કર મહત્વની
ભૂમિકા ભજવે છે. આવા જ એક જાણીતા એન્કર વૈશાલી પારસ કારાણી છે જે એન્કરિંગની સાથે ગેમ શો અને વિવિધ પાર્ટી પણ હોસ્ટ કરે છે.
દેરાવાસી જૈન પરિવારમાં જન્મેલાં વૈશાલી કારાણી પિતા લક્ષ્મીચંદભાઈ સાવલા માતા હીરામણીબેન સાવલા અને તેમની ત્રણ બહેનો સાથે રહેતાં હતાં. ભણવામાં તેજસ્વી એવા વૈશાલી કારાણીએ કુર્લા ની ‘ગુજરાતી સેવા સમાજ્ર’ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને સાયનની ‘એસ.આઈ.એસ’ કોલેજમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાર બાદ ઘાટકોપરમાં રહેતા પારસ કારાણી સાથે લગ્ન કરીને ઘાટકોપરવાશી બન્યાં. કુટુંબના એક લગ્ન પ્રસંગમાં તેમને એન્કરિંગ કરવાનો અવસર મળ્યો અને તેમને એન્કરિંગ કરતા જોઈ ને એક બીજા સંબંધી એ તેમને એન્કરિંગ કરવા માટે કહ્યું અને ત્યાંથી તેમની એક પ્રોફેશનલ એન્કર તરીકેની શરૂઆત થઈ.
આગળ અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે શુ કરવું છે. હું પહેલા મારા ઘરમાં મારા સાસુ-સસરા, મારા પતિ પારસ, દીકરી વૃષિ અને દીકરા સિદ્ધ સાથે ખુશ હતી પણ જયારે મેં એક પ્રોફેશનલ એન્કર તરીકે મારુ કેરિયર શરૂ કર્યું ત્યારે મારા ઘરમાંથી મારા પરિવારનો મને ખુબ જ સપોર્ટ મળ્યો. ઘરમાં બાળકો હોય અને ઇવેન્ટ કરવા જવું પાછું ઇવેન્ટનો તો કોઈ પણ સમય હોય, તો પણ મારા ઘરમાંથી મને કાંઈ કહેવામાં આવતું નહોતું અને મને આગળ વધવા માટે પ્રેરિત કરતાં હતાં. આજે હું જે કાંઈ પણ છું એમાં મારા પરિવાર નો મોટો હાથ છે અને મારા ઘરમાં નાનપણથીજ મને શીખવાડવામાં આવ્યું હતું કે પુરુષ અને મહિલા સરખાજ હોય છે કોઈથી ડરવાની જરૂર નથી મને હંમેશા મારા બધાં કામોમાં યશ મળ્યો છે આજે મહિલા પુરુષ બરાબરીમાં કામ કરે છે અને બંનેવ એક સમાન પોઝીશન માં છે.
વૈશાલી કારાણી આની સાથે એક બુટિક પણ ચલાવે છે જેમાં વેડિગ વેર રેન્ટ ઉપર આપવામાં આવે છે સાથે તેઓ ઘાટકોપરમાં ‘જ્વેલ સહેલી’નામનું ગ્રુપ પણ ચલાવે છે જેમાં ૫૦ વર્ષની અંદરના ૮૦૦ જેટલા મેમ્બેરો છે અને એક બીજું ‘જ્વેલ ૫૫’ગ્રુપ જેમાં ૫૦ થી ઉપર ના લોકો મેમ્બર છે. વૈશાલી કારાણી ગેમ શો,કાશીનો,પુલ પાર્ટી, પાયઝામા પાર્ટી, હલ્દી, મેહેંદી, અનિવર્સરીઝ પાર્ટી, લગ્ન ગીત જેવા અનેક કાર્યક્રમ પણ હોસ્ટ કરે છે, કાશીનો ઇવેન્ટ ફેવરેટ ઇવેન્ટ છે એવું તેમનું કહેવું છે કે જો મારા કામથી જો કોઈના ચેહરા ઉપર ખુશી આવે છે તો તેના કરતા મારા માટે વધુ કઈ નથી એજ મારા માટે મોટી ખુશી અને પુરસ્કાર છે, બધીજ મહિલાઓમાં કાંઈ ને કાંઈ સ્કિલ હોય છે પણ તેને બહાર લાવવાની જરૂર છે. આવી અનેક મહિલાઓ મારી સાથે આગળ વધી છે. મને સોશિયલ કાર્યો કરવા બહુ ગમે છે અને મને જયારે આવા કોઈ પણ કામ માટે પૂછવામાં આવે તો હું કયારે પણ ના નથી પાડતી અમે આવા અનેક કાર્યક્રમો કાર્ય છે અનેક સંસ્થાઓ માટે હું વગર કોઈ સ્વાર્થે કાર્યો કરું છું જેમકે રોટરી ક્લબ,લાયન્સ ક્લબ આવી સંસ્થોઓ માટે મેં અનેક કાર્યક્રમો
કર્યા છે. ખાસ કરીને જયારે વૃધાશ્રમ અને અનાથ બાળકો માટે મને કોઈ કામ કહેવામાં આવે છે ત્યારે મને એ કામ કરવાની અંદર થી ખુશી થતી હોય છે અમે વૃધાશ્રમ અને અનાથ બાળકો માટે ગેમ શો અને મ્યુઝિક ઇવેન્ટ કર્યા છે કારણકે આવા ઇવેન્ટ એમને બહુ ગમે છે અને આ લોકોના ચેહેરા ઉપર જયારે સ્મિત આવે ત્યારે જાણે એમને જોઈને મને જેટલી ખુશી થતી હોય છે એહું શબ્દોમાં વર્ણવી નથી શકતી.
બીજી એક ઇવેન્ટ અમે ૪૫૦ થી વધુ મહિલાઓ માટે જુહુ બીચ ઉપર કરી હતી જેમાં ‘ટ્રેઝરહન્ટ’ જેમાં અલગ અલગ ગેમ હોય કોઈને ગોલા બનાવવા હોય તો કોઈને મકાઈ ના ડોડા બનાવવા હોય અને એ બનાવી પાછા વેચવાના પણ હોય ખરેખર આ ઇવેન્ટ માં એટલા એટલી મજા મહિલાઓને આવી કે તેઓ સામેથી આવીને અમને કહે કે જુહુ ઉપર તો અનેક વાર આવ્યા છીએ પણ આજે જે અનુભવ થયો એ અલગજ હતો.આવીજ એક ઘાટકોપરમાં મહિલાઓ માટે એક ગેમ કરાવીતી “ગર્લ્સ ઓન વ્હીલ જેમાં ૩૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
તેમનાં વર્ષોના કામને નવાજતા ૨૦૧૪માં કચ્છ રત્ન અવોર્ડ ઘાટકોપર, કચ્છ નારી રત્ન એવોર્ડ ૨૦૧૮માં, માયોર્સ
એવોર્ડ ૨૦૧૯માં અને બીજા પણ અનેક એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે.