Homeઆમચી મુંબઈમહિલા દિવસ નિમિત્તે પાલિકાએ મહિલાઓને આ આપી અનોખી ભેટ

મહિલા દિવસ નિમિત્તે પાલિકાએ મહિલાઓને આ આપી અનોખી ભેટ

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા ચાર સ્વિમિંગ પૂલ હાલમાં કાર્યરત છે, જ્યાં સવારે 11થી બપોરે 12 અને સાંજે પાંચથી છ એમ બે સેશન માત્ર મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે અને હવે આ સેશનમાં એડમિશન લેવા માગતી મહિલાઓને મેમ્બરશિપમાં 25 ટકાની છૂટ આપવાનો નિર્ણય બીએમસી દ્વારા લેવામાં આવ્યો છે. 8મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આ બમ્પર ઓફર મહિલાઓને આપવામાં આવશે.
દાદર, કાંદિવલી, ચેમ્બુર અને દહીંસર એમ ચાર ઠેકાણેના સ્વિમિંગ પુલ ખાતે નાગરિકોને ઓનલાઈન મેમ્બરશિરપ આપવામાં આવ્યું છે અને આ માટે વાર્ષિક રૂપિયા આઠથી 10 હજારની ફી લેવામાં આવે છે, તેમ જ ત્રૈમાસિક અને માસિક એ રીતે પણ મેમ્બરશિપની ફેસિલિટી પણ અવેલેબલ છે.
મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલા સેશનમાં એડમિશન લેવા માટે ઈચ્છુક મહિલાઓને યર્લી મેમ્બરશિપ માટે 10,100 રૂપિયાને બદલે 7,700 રૂપિયા ચૂકવવા પડશે અને આ જ રીતે મંથલી અને ક્વાર્ટર્લી ફીમાં પણ 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પહેલાંથી મેમ્બરશિપ લીધી હોય એવી મહિલાઓ માટે પણ આ સ્કીમ લાગુ પડે છે અને એ માટે ઈચ્છુતક મહિલાઓએ એવા અર્થની અરજી સ્વિમિંગ પુલનું વ્યવસ્થાપન સંભાળનાર વ્યવસ્થાપકને આપવાની રહેશે. આ મહિલાોને તેમની સ્વિમિંગ ક્લાસની ડ્યુરેશન વધારી આપવામાં આવશે.
ઈચ્છુક મહિલાઓ આઠમી માર્ચથી સવારે 11 વાગ્યાથી https.//swimmingpool.mcgm.gov.in આ લિંક પર જઈને મેમ્બરશિપ માટે એપ્લાય કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -