Homeઆમચી મુંબઈચિંતાજનક! મુંબઈમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે

ચિંતાજનક! મુંબઈમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે

મહિલા પોલીસ અધિકારીઓએ આત્મહત્યા અટકાવવા અભિયાન હાથ ધર્યું

મુંબઈ શહેરમાં દિવસેને દિવસે આપઘાતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આત્મહત્યા અટકાવવા માટે એક મહિલા આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે અનોખી પહેલ કરી છે. આ પહેલના ભાગરૂપે શહેરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલ મુંબઇના પૂર્વીય ઉપનગરોના ભાંડુપ, કાંજુરમાર્ગ અને વિક્રોલી વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં સમગ્ર મુંબઈમાં જાગરૂકતા અભિયાન ચલાવવાનું આયોજન છે.

માનસિક ત્રાસ, કૌટુંબિક વિખવાદ અથવા ચિંતાજનક નાણાકીય પરિસ્થિતિ જેવા વિવિધ કારણોને લીધે છેલ્લા કેટલાક વર્ષોમાં આત્મહત્યાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરનારાઓમાં પુરૂષો અને મહિલાઓ ઉપરાંત બાળકોની સંખ્યા પણ મોટી છે અને આ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભાંડુપ વિભાગમાં કાર્યરત આસિસ્ટન્ટ કમિશનર સુરેખા કપિલને આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો હોવાનું બાબત જાણવા મળી હતી. તેમણે જોયું કે નજીવા કારણોસર લોકો આત્મહત્યા કરી રહ્યા છે. તેથી તેમણે આત્મહત્યા અટકાવવા માટે આ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું હતુ.

કપિલે, કેટલીક સામાજિક સંસ્થાઓની મદદથી, વિક્રોલી, ભાંડુપ અને કાંજુરમાર્ગ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. આ ઝુંબેશમાં પોલીસ અને સામાજિક સંસ્થાના કાર્યકરો મીટીંગો યોજીને નાગરિકો સાથે વાતચીત કરી રહ્યા છે. માનસિક તાણ હેઠળની વ્યક્તિનું નિષ્ણાત કાઉન્સેલર્સ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં પૂર્વના ઉપનગરોના વિવિધ વિસ્તારોમાં અનેક બેઠકો યોજાઈ છે અને લોકોને અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

સુરેખા કપિલેએ જણાવ્યું હતું કે તેમને આ અભિયાનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવિષ્યમાં તેઓ સમગ્ર મુંબઈમાં આ પ્રવૃત્તિ અમલમાં મૂકીને માનસિક રીતે થાકી ગયેલા અને હારી ગયેલા નાગરિકોને નવી દિશા આપવાનો પ્રયાસ કરશે. સુરેખા કપિલ જણાવે છે કે તેમનો ઉદ્દેશ પરિવારને બચાવવાનો છે. જ્યારે કુટુંબનો રોટલો આપનાર વ્યક્તિ આત્મહત્યા કરે છે, ત્યારે તેમનો આખો પરિવાર નાશ પામે છે.

તેથી જ તેઓ, જે પરિવારના સભ્યો માનસિક તણાવમાં હોય તેઓની માહિતી મેળવી તાત્કાલિક સંપર્ક કરે છે અને નિષ્ણાત તબીબો અને કાઉન્સેલર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરાવે છે. કપિલે જણાવ્યું હતું કે આ અભિયાનમાં મોટી હોસ્પિટલોના ડોકટરો મફત સેવા આપી રહ્યા છે.

1 COMMENT

  1. suicide rate is alarming as mumbai life is too expensive and lots of public services are in bad shape so people opt for ending their life and we have to blame this modiraj for such tragedy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -