આમ તો આપણે બધા જ કોઈને કોઈ વ્યક્તિના ચોક્કસ ગુણ કે પછી ખાસિયતોને કારણે તેમનાથી આકર્ષાઈએ છીએ, પણ વાત જ્યારે મહિલાઓની હોય ત્યારે તેઓ જ્યારે પણ તેઓ કોઈ પુરુષ તરફ આકર્ષાય છે તો તેમનામાં અમુક ક્વોલિટી અને ખાસિયતો જુએ છે. પુરુષોમાં એ ખાસિયતો દેખાય એટલે મહિલા તેમની તરફ વધુ આકર્ષાય છે અને તે તેમને પોતાનો જીવનસાથી બનાવવા માગે છે.
ઈમાનદારીઃ
જે પુરુષ પોતાના પરિવાર અને મિત્રોને વફાદાર હોય એવા પુરુષો તરફ મહિલાઓ તરત જ આકર્ષાય છે, કારણ કે તેમને વિશ્ર્વાસ હોય છે કે આવા પુરુષ તેમને પણ વફાદાર જ રહેશે. ઈમાનદાર પુરુષોને મહિલાઓ સારા જીવનસાથીની નજરે જુએ છે.
તેમની વાતો સાંભળેઃ
મહિલાઓને હંમેશા જ એવા પુરુષો ગમે છે જે એમની વાતોને ધ્યાનથી સાંભળે. તેમની વાતોને સાંભળીને ભલે કોઈ સમાધાન ના આપે પણ એટલિસ્ટ તેમની વાતોને ધ્યાનથી સાંભળનારા પુરુષો પ્રત્યે પણ મહિલાઓ ખૂબ જ ઝડપથી આકર્ષાય છે.
ધ્યાન રાખેઃ
ઈમાનદારી અને પોતાની વાતો ધ્યાનથી સાંભળવા સિવાય મહિલાઓને હંમેશા જ એવા પુરુષો પણ ગમે છે જે તેમની નાની નાની વાતોનું ધ્યાન રાખે. આવા કેયરિંગ અને પ્રેમાળ સ્વભાવના પુરુષો મહિલાઓને સૌથી વધુ ગમે છે.