દેશના તમામ રાજ્યોમાં દારૂની ખપતમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે એક સર્વેક્ષણ દરમિયાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિવાળી પહેલા ત્રણ દિવસમાં રાજધાની દિલ્હીમાં 100 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ગટકાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે છે કે આમાં મહિલાઓનું સૌથી વધુ યોગદાન રહ્યું હતું. દિલ્હીમાં દારૂના વેચાણમાં આપવામાં આવતી છૂટ મહિલાઓને આકર્ષી ગઈ હતી.
5,000 મહિલાઓને આ સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવ્યા હતાં, પરિણામ સ્વરૂપે જાણવા મળ્યું હતું કે મહિલાઓ દારૂનું સેવન પહેલાથી વધુ કરવા લાગી છે. સર્વેમાં સામેલ 77 ટકા કરતાં વધુ મહિલાઓએ માન્ય કર્યું છે કે દુકાનોમાં એક બોટલના વેચાણ પર એક બોટલ ફ્રી જેવી છૂટને કારણે દારૂની ખરીદીને વધુ આકર્ષક બનાવી છે. 37.6 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ પહેલા કરતાં વધુ દારૂનું સેવન કરવા લાગી છે.
કોરોના મહામારી બાદ વર્ષ 2022ની શરૂઆતમાં સ્થિતિ સામાન્ય થયા બાદ દારૂના સેવનની માત્રામાં પણ ઝડપી વધારો થયો છે.
સર્વેક્ષણ અનુસાર મહિલાઓમાં દારૂનું વધુ પડતું સેવન તણાવ અને ચિંતા છે. 45.7 ટકા જેટલી મહિલાઓ તણાવને કારણે દારૂનું વધુ પડતું સેવન કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.