આપણા બધાના જીવનમાં કોઈને કોઈ સિક્રેટ હોય છે. દરેક રિલેશનશિપમાં પણ કેટલાક સિક્રેટ હોય છે, અને આ સિક્રેટ તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમને એવું લાગતું હોય કે તમારી ફિમેલ પાર્ટનર તમને બધી જ વાતો કહે છે કે જણાવે છે તો ભાઈસા’બ તમે કોઈ અલગ જ ભ્રમમાં જીવી રહ્યા છો. મહિલાઓના કેટલાક એવા સિક્રેટ્સ હોય છે જે તેઓ કોઈ સાથે શેયર નથી કરતી અને તેમાં પણ પતિ કે પ્રેમી સાથે તો જરા પણ નહીં…આવો જોઈએ કઈ છે આ છ સિક્રેટ વાતો કે જે ગર્લ્સ હંમેશા સિક્રેટ જ રાખવાનું પસંદ કરે છે-
છોકરીઓ ક્યારેય પણ પોતાના મિત્રો સાથે શું વાત-ચીત થઈ એની જાણ પાર્ટનરને નથી કરતી. તેમની ગર્લ્સ ગેંગની વાતો તેમના પૂરતી જ મર્યાદિત હોય છે.
બીજું સિક્રેટ છે ક્રશ બાબતે. મહિલાઓ ક્યારેય પોતાના ક્રશ વિશે પતિ કે પ્રેમી સાથે ચર્ચા નથી કરતી. પછી એ ક્રશ કોઈ ફેમસ સેલિબ્રિટી હોય કે ફિલ્મી હીરો. આ વાતને તેઓ હંમેશા જ પોતાની પાસે સિક્રેટ રાખે છે.
આ સિવાય મહિલાઓ ક્યારેય પોતાના પ્રેમી સાથે મેલ ફ્રેન્ડ્સ અને તેની સાથે થયેલી વાત-ચીત શેયર નથી કરતી. એટલું જ નહીં શક્ય હોય ત્યાં સુધી તો તેઓ પોતે કોઈ મેલ ફ્રેન્ડ્સના કોન્ટેક્ટમાં છે એ કહેવાનું પણ ટાળે છે…
સૌથી મહત્ત્વના સિક્રેટની વાત કરવા જઈ રહ્યા છે આપણે હવે અને એ સિક્રેટ એટલે કે મહિલાઓ ક્યારેય પોતાના એક્સ વિશે પાર્ટનર કે પ્રેમી સાથે વાત નથી કરતી, કારણ કે તેને ખ્યાલ છે કે આવું કરવાથી સંબંધમાં દૂરી આવવા લાગે છે.
આ બધા ઉપરાંત એક બીજું મોટું સિક્રેટ એ પણ છે કે મહિલાઓ ક્યારેય ફિઝિકલ રિલેશન વિશે ખુલીને નથી બોલતી અને એટલું જ નહીં પણ તેઓ ફિઝિકલ રિલેશનને કઈ રીતે એન્જોય કરે છે એ વિશે વાત કરવાનું પણ સિક્રેટ રાખે છે.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પણ જો તમારી પત્ની કે પ્રેમિકા કોઈ રિલેશનશિપમાં રહી ચૂકી હશે અને જો ત્યાંથી તેને ધોખો મળ્યો હશે તો એ વાત પણ એ ક્યારેય તમારી સાથે નહીં શેયર કરે…