Homeદેશ વિદેશદિલ્હી કોર્ટમાં હાય વોલ્ટેજ ડ્રામા : મહિલા અને પુરુષ વકીલ વચ્ચે છૂટા...

દિલ્હી કોર્ટમાં હાય વોલ્ટેજ ડ્રામા : મહિલા અને પુરુષ વકીલ વચ્ચે છૂટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દિલ્હી રોહિણી કોર્ટ પરિસરમાં બે વકીલો વચ્ચે થયેય છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા વકીલ અને એક પુરુષ વકીલ એક બીજાને ભયંકર રીતે મારી રહ્યાં છે. આ બંને વકીલો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આ વાયરલ થઇ રહેલ વિડીયો દિલ્હીની રોહિણી કોર્ટનો છે. આ અંગે મળતી વિગતો અનુસાર મહિલા વકીલે પુરુષ વકીલ સામે નાયબ પોલીસ કમિશનર પાસે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મહિલા વકીલે પુરુષ વકીલ સામે ઘણાં ગંભીર આક્ષેપો કર્યા છે.

આ વાયરલ વિડીયોમાં મારામારી કરતાં દેખાતા પુરુષ વકીલનું નામ વિષ્ણૂ કુમાર શર્મા હોવાનું કહેવાઇ રહ્યું છે. મહિલા વકીલે વિષ્ણૂ કુમાર પર સતામણી, શારીરીક હિંસા અને ધમકી જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. આ અંગે મળતી વધુ વિગતો મુજબ મહિલા વકીલે જણાવ્યું હતું કે, તેણે મને જકડીને પકડી રાખી હતી. તેથી હું પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. દરમીયાન શર્માએ મને મરવાની શરુઆત કરી. જેને કારણે મારા ચહેરા અને શરીરના અન્ય ભાગો પર જખમ પણ થઇ છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોની પોલીસે પણ દખલ લીધી છે.

મહિલા વકીલે જણાવ્યું કે આ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં જે કોઇ દોષી સાબિત થશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવો આ પહેલો વિડીયો નથી આ પહેલાં પણ કોર્ટ પરિસરના આવા અનેક વિડીયો વાયરલ થયા છે. આ વાયરલ વિડીયો અનેક લોકોએ જોયો છે. આ વિડીયો જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. અને તેમની અલગ અલગ પ્રતિક્રીયા પણ આવી રહી છે.

રોહિણી કોર્ટ નંબર 113ની સામે પીડિત મહિલા વકીલ ઊભી હતી દરમીયાન વિષ્ણૂ શર્માએ અચાનક આવીને મહિલ વકીલને મારવાની શરુઆત કરી હતી. આ અંગે મહિલા વકીલે જણાવ્યું કે તેઓ આ કેસમાં કાયદાનો સહારો લેશે. તથા પોલીસે પણ આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -