રતલામ: ચાલતી ટ્રેનમાં ચડવા અને ઉતરવાના બનાવમાં પ્રવાસીઓ ગંભીર અકસ્માતનો ભોગ બને છે પણ રખે તકેદારી રાખે, એવા જ એક કિસ્સો ઇન્દોર સ્ટેશને બન્યો હતો. અગિયારમી તારીખે ઇન્દોર નિઝામુદ્દીન ઇન્ટરસિટી એક્સપ્રેસ પકડવા જતાં એક આધેડ વયની મહિલા આ અકસ્માતનો ભોગ બની હતી પણ અણીના સમયે મહિલા કોન્સ્ટેબલ તેને પ્લેટફોર્મ અને ટ્રેનની ગેપમાંથી ખેંચી લીધી હતી.
પશ્ચિમ રેલવેના રતલામ સેકશનમાં બુધવારે ઇન્દોર સ્ટેશને નિઝામુદ્દીન ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ પરથી રવાના થઈ ત્યારે એક મહિલા ચાલતી ટ્રેનમાં ચડવા ગયા હતા, પણ એ વખતે તેમણે સંતુલન ગુમાવ્યું હતું, પરિણામે ટ્રેનનું હેન્ડલ પકડવામાં લફસી ગયા હતા. બીજી ક્ષણે તેઓ ટ્રેનના ફૂટબોર્ડ એન્ડ પ્લેટ ફોરમની ગેપમાં પડ્યા હતા. જોકે એ જ વખતે હાજર પોલીસ કોન્સ્ટેબલ મહિલા (પૂજા જાગંડ) તેમને ખેંચી લીધા હતા. તાત્કાલિક તેમને ખેંચી લેતા તેને કંઈ વધારે ઈજા પહોંચી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે મહિલાની ઓળખ સંગીતા અશોક (૫૦) નામે કરી હતી. તેઓ ઇન્દોરથી મથુરા જવાના હતા. સમયસર તેમને બચાવી લીધા પછી મહિલા કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો. રેલવેના અધિકારીએ પણ આ બનાવનો વિડિયો જોઈને મહિલા કોન્સ્ટેબલની સતર્કતાની પ્રશંસા કરી હતી અને પ્રવાસીઓને જીવને જોખમમાં મૂકી ટ્રાવેલ નહિ કરવાની અપીલ કરી હતી.