વડોદરામાં એક મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં દહેજ માટે સાસરી પક્ષના સતાવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મહિલાએ ગુજરાતમાં એન્ટી લવ જેહાદ કાયદો આવ્યા બાદ પણ ફરિયાદ નોંધાવી હતી અને તે આ કાયદા હેઠળ ફરિયાદ કરનારી પહેલી ફરિયાદી બની હતી.
તે ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ સમીર કુરેશી તેની પજવણી કરે છે. તેણે તે સમયે એમ જણાવ્યું હતું કે સમીર કુરેશીએ સેમ માર્ટિન કહી સોશિયલ મીડિયા પર તેની સાથે મિત્રતા કરી હતી. તે બાદ તે બન્ને મળ્યા અને બન્ને વચ્ચે સંબંધ બંધાયા બાદ તેને ખબર પડી હતી કે તેનું અસલી નામ સમીર કુરેશી છે.
તેણે તેની સાથે લગ્ન કર્યા હતા અને તે બાદ સમીર અને તેના પરિવારે તેનું બળજબરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આ મામલે પોલીસ કેસ થયો હતો, પણ મહિલાએ તે બાદ માત્ર માનસિક ત્રાસ આપે છે, તેમ પોલીસને જણાવ્યું હતું અને બન્ને પતિ-પત્નીએ કોર્ટમાં સમીર સામેની એફઆઈઆર રદ કરવાની અપીલ કરી હતી, જે મંજૂર થઈ હતી. 2021 બાદ મહિલાએ ફરી પરિવાર સામે દહેજ માટે પજવણી કરવાનો કેસ નોંધાવ્યો છે.