સતીશ કૌશિકના મૃત્યુથી પરિવાર આઘાતમાં, પ્રથમ પ્રતિક્રિયા આવી
ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે . બોલિવૂડમાં શોકની લહેર છે . ચાહકો અસ્વસ્થ છે. પરિવાર પર તો જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે…..કોણે વિચાર્યું હશે કે એક દિવસ પહેલા હોળી પાર્ટીમાં મસ્તી કરનાર વ્યક્તિ બીજા જ દિવસે આ દુનિયા છોડી જશે. સતીશ કૌશિકની ભત્રીજી અનીત શર્માએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
અનિતા શર્માએ કહ્યું હતું કે, “કાશ, હું તેમના શ્વાસ પાછા લાવવા માટે કંઈક કરી શકું. તેઓ હજી નાના હતા, તેમની એક મોટી બહેન અને એક ભાઈ છે. તેઓ કેવી રીતે જીવી શકશે? તેમણે લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. ભગવાન સારા માણસોને ઝડપથી પોતાની પાસે બોલાવી લે છે.”
ફિલ્મ અભિનેતા અને સતીશ કૌશિકના ખૂબ જ નજીકના મિત્ર અનુપમ ખેરે મુંબઈમાં જણાવ્યું કે સતીશ ગતરોજ દિલ્હી ગયો હતો. તેણે કહ્યું કે તે એક મિત્રને મળવા દિલ્હી ગયો હતો. દિલ્હીમાં તેમની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
સતીશ કૌશિકનું ફિલ્મી કરિયર લગભગ 40 વર્ષનું છે. સતીશ કૌશિકે વર્ષ 1983માં ફિલ્મ માસૂમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 1993માં, તેમણે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ દ્વારા નિર્દેશનમાં હાથ અજમાવ્યો હતો. સતીશ કૌશિક છેલ્લે ફિલ્મ છત્રીવાલીમાં જોવા મળ્યા હતા. જોકે, તેની છેલ્લી ફિલ્મ કંગના રનૌત સ્ટારર ‘ઈમરજન્સી’ હશે. આમાં તેમણે જગજીવન રામનું પાત્ર ભજવ્યું છે.