મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી પ્રદૂષણને કારણે શિયાળાની સિઝનમાં ઠંડી ગાયબ થઈ હતી ત્યારે મુંબઈમાં મોડી રાત્રે તાપમાનનો પારો 16.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
હવામાન ખાતાએ આ અંગે જણાવ્યું હતું કે મુંબઈ અને થાણેમાં 12 અને 13 ડિસેમ્બરના દિવસે વરસાદ પડે તેવી સંભાવના છે. રત્નાગિરીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાં યેલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
નિષ્ણાતોએ જણાવ્યું છે કે દક્ષિણ ભારતમાં મંડૌસ ચક્રવાતને કારણે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.