આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો દિવસ દરમિયાન કંઇ પણ જુએ, કરે, અનુભવે તે સોશિયલ મીડિયા પર નાખતા હોય છે. સોશિયલ મીડિયા પર તમને અવનવી ફેશન પણ રોજ જોવા મળતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર તો લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ બતાવતી અનેક પોસ્ટ જોવા મળે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર આવી એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ એક પલાઝોની પોસ્ટ છે. એનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે. તમને થશે કે એવું તો શું છે આ પલાઝોમાં. તો જણાવી દઇએ કે આ પલાઝોની કિંમત છે માત્ર 60,000 રૂપિયા!
આ પલાઝો શણમાંથી (જેમાંથી ગુણી બનાવવામાં આવે છે) બનાવવામાં આવ્યો હોય એવું લાગે છે. શણ (જ્યુટ)ના આ પલાઝોનો અધધધ… ભાવ સાંભળીને સામાન્ય લોકોને તો ચક્કર જ આવી જાય એ સ્વાભાવિક છે.
આ વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમા સવાલ કરવામાં આવ્યો હતો કે આ પલાઝો કોણ ખરીદશે? પોસ્ટ કરવામાં આવી ત્યારથી આ વીડિયો ક્લિપને લગભગ છ લાખ લાઇક્સ મળી ચૂકી છે અને લોકો પણ તેના પર જબ્બર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તમે પણ આ પલાઝો જુઓ અને એનો વીડિયો માણો.