નવી દિલ્હી: માઈનિંગ બિઝનેસમાં કાર્યરત દિગ્ગજ કંપની વેદાંતા લિમિટેડે ચાર વર્ષ બાદ ઈલેક્ટ્રોસ્ટીલ્સ લિમિટેડને વેચવાનો નિર્ણય કર્યો છે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાં વેદાંતાના આગમન બાદ ભારે ઉથલપાથલ મચી હતી. અનિલ અગ્રવાલની કંપની વેદાતાં ગ્રુપ હવે કરજ ઘટાડવાના તેમજ તેના મુખ્ય બિઝનેસ પર ફોકસ કરવા માટે સ્ટીલ બિઝનેસને વેચી નાખવાનો નિર્ણય કર્યો છે.
માર્ચના અંત સુધીમાં વેદાંતા લિમિટેડ પર ૧૧.૭ અબજ ડોલરનું ઋણ હતું અને કંપની તેને ઘટાડવાની યોજના કરી રહી છે. વેદાંતા લિમિટેડે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ સાથે સંપર્ક કરીને ઈલેક્ટ્રોસ્ટીલને વેચવા માટેની વાતચીત શરૂ કરી દીધી છે.
આ સાથે જ અનેક નાણાકીય સલાહકાર પાસેથી પણ આ અંગે સલાહ લેવામાં આવી રહી છે, આ મામલા સાથે સંકળાયેલા લોકોએ આ જાણકારી આપી હોવાનું અંગ્રેજી આર્થિક અખબારે પોતાના અહેવાલમાં ટાંક્યું હતું. અહેવાલ અનુસાર વેદાંતા ગ્રુપને આ અંગે પૂછવામાં આવેલા સવાલનો કોઈ જવાબ મળ્યો નહોતો. આર્સેલર મિત્તલ અને જેએસડબલ્યૂએ પણ આ અંગે કોઈ નિવેદન આપવાનો ઈનકાર કર્યો છે.
ટાટા સ્ટીલના સીએફઓ કૌશિક ચેટર્જીએ કહ્યું હતું કે, અમે હાલમાં કોઈ બિઝનેસ ખરીદવા અંગેના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા નથી.
વેદાંતા જૂથે ટાટા સ્ટીલને પાછળ રાખીને ઈલેક્ટ્રોસ્ટીલને ૫૩૨૦ કરોડ રૂપિયામાં વર્ષ ૨૦૧૮માં ખરીદી હતી. ઈલેક્ટ્રો સ્ટીલનુ દેવાળું ફૂંકાવાની પ્રક્રિયા બાદ તેને વેદાંતે ખરીદી હતી. એપ્રિલ ૨૦૧૮માં ટાટા સ્ટીલે ભૂષણ સ્ટીલનું અધિગ્રહણ કર્યું હતું. ત્યારબાદ વેદાંતાએ ઈલેક્ટ્રોસ્ટીલ ખરીદી હતી અને બીજી સૌથી મોટી સ્ટીલ કંપની બની ગઈ હતી. વેદાંતા લિમિટેડ ઓઈલ એન્ડ ગેસ, લેડ, સિલ્વર, એલ્યુમિનિયમ, આર્યન અને સ્ટીલ તેમજ પાવર બિઝનેસમાં સક્રિય છે તેની પાસે ઈલેક્ટ્રોસ્ટીલની ૯૫.૫ ટકા હિસ્સેદારી છે. ઉ