Homeઆમચી મુંબઈરવિ રાણાની જાહેરમાં માફી, શબ્દો પાછા લીધા, પણ બચુએ કડવું કહ્યું, કાલે...

રવિ રાણાની જાહેરમાં માફી, શબ્દો પાછા લીધા, પણ બચુએ કડવું કહ્યું, કાલે જ…

ધારાસભ્ય બચુ કડુ અને રવિ રાણા વચ્ચે વિવાદ છેડાઈ ગયો છે . મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કર્યા બાદ આ વિવાદ ઉકેલાયો છે. ધારાસભ્ય રવિ રાણાએ પોતે માફી માગી રહ્યા હોવાનું કહીને વિવાદ છોડ્યો હોવાનું જણાવ્યું છે. રાણાએ જાહેરમાં માફી માંગ્યા પછી પણ, બચ્ચુ કડુએ તેમના શબ્દો પાછા ખેંચ્યા ન હતા અથવા સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે વિવાદનું સમાધાન થઈ ગયું છે. બચુ કડુએ સ્પષ્ટતા કરી છે કે અમે આજે કાર્યકરો સાથે ચર્ચા કરીશું અને આવતીકાલે કાર્યકરોની બેઠકમાં સ્થિતિ જાહેર કરીશું.
મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે દરમિયાનગીરી કરી. તેમણે મામલો સારી રીતે સંભાળ્યો. તેમનો આભાર. પરંતુ મારા માટે કાર્યકરો મહત્વપૂર્ણ છે. અમારી કાર્યકરો સાથે બેઠક યોજાશે. અમે આજે સાંજે 6 વાગ્યે કાર્યકરો સાથે ચર્ચા કરીશું. પછી આગળનો નિર્ણય લઈશું. આવતીકાલે 12 થી 1 વાગ્યા દરમિયાન કાર્યકર્તાઓની જાહેર સભા છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી કાર્યકરો આવશે. પછી જ અમે અમારી સ્થિતિ સમજાવીશું.’
‘ મારી માટે કાર્યકરોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મારો આત્મા કાર્યકર છે. હું કાર્યકરોને પૂછ્યા વગર કોઈ નિર્ણય લેતો નથી, એમ જણાવતા બચુ કડુએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ તેમના કાર્યકર્તાઓને પૂછશે અને આવતીકાલે નિર્ણય લેશે.
‘મને દલીલ કરવી ગમતી નથી, પરંતુ તેમણે મારા પર આરોપ કર્યો હતો, તેથી મારે સ્ટેન્ડ લેવું પડ્યું. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને જે કહ્યું તે હું કાર્યકરો સમક્ષ રજૂ કરીશ. અને અમે અમારી સ્થિતિ સ્પષ્ટ કરીશું, એમ પણ તેમણે કહ્યું હતું.
પ્રહાર જનશક્તિ પાર્ટી (PJP)ના સ્થાપક બચુ કડુ અચલપુરથી ચાર વખત ધારાસભ્ય છે. જ્યારે 2004, 2009 અને 2014માં તેઓ અપક્ષ હતા, 2019માં તેઓ પ્રહારના બેનર હેઠળ ચૂંટાયા હતા. બચુ કડુ અગાઉની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી હતા. જોકે, જૂનમાં, તેઓ શિંદે પ્રત્યે વફાદારી સ્વીકારનારા પ્રથમ વ્યક્તિઓમાં હતા.
રાણા, યુવા સ્વાભિમાન પાર્ટી (વાયએસપી) ના સ્થાપક છે. તેઓ બાંદેરાથી ત્રણ વખત-2009, 2014 અને 2019માં ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાણા અને તેમની પત્ની નવનીત કૌર રાણા, જે અમરાવતીના સાંસદ છે, તેમણે ઠાકરે સામે વિરોધ કર્યો હતો. અને તેમના ઘરની બહાર હનુમાન-ચાલીસા ગાવાની ધમકી આપી હતી, જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સપ્તાહોથી વિદર્ભ પ્રદેશના બે ધારાસભ્યો વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. રવિ રાણાએ રાણાએ બચુ કડુ પર શિંદે સાથે ગુવાહાટી જવા માટે “પન્નાસ ખોખે” (50 બોક્સ- 50 કરોડ રૂપિયા) લેવાનો આરોપ મૂક્યો હતો. કડુએ રાણાને 1 નવેમ્બર સુધીમાં તેમના આરોપોને યોગ્ય ઠેરવવા અથવા “પરિણામોનો સામનો કરવા” પડકાર ફેંક્યો હતો

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -