રાજસ્થાનના ભીલવાડામાં પત્નીના એક્ટ્રા મેરિટલ અફેરથી પરેશાન થઈને એક હોટેલ માલિકે ચાલતી ટ્રેન સામે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મશીની માર્કેટમાં રહેતા 42 વર્ષના કમલ કલવાનીને તેની પત્ની અને પત્નીનો બોયફ્રેન્ડ ધમકી આપતાં હતાં. સુસાઈડ પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પત્નીનું અફેર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું હતું કે પત્નીનું અફેર ચાલી રહ્યું છે. મેં બંનેને રંગેહાથ પકડ્યા તો કહ્યું તું કંઈ નહીં કરી શકે કાયદો મહિલાઓની તરફેણમાં છે. પત્નીનો બોયફ્રેન્ડ અને તેના ઘરવાળા મને ધમકાવી રહ્યા છે. કહે છે અમારી 50 લાખ રૂપિયાની આવક છે. અમે પોલીસવાળાઓને રૂપિયા આપીએ છીએ. પત્ની લડાઈ કરે છે, મારપીટ કરે છે. આ ત્રાસથી પરેશાન થઈને સુસાઈડ કરી રહ્યો છું.
મૃતકનો પરિવાર પોલીસ પાસેથી ન્યાયની માગણી કરી રહ્યો છે. કમલના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતાં તેને બે દીકરી અને એક દીકરી છે.