આપણે બધા જ અનેક વખત એરપોર્ટ પર ગયા છીએ અને સુરક્ષાના કારણોસર અલગ અલગ નિયમો પણ બનાવવામાં આવેલા હોય છે, જેનું પાલન કરવાની આપણી નૈતિક ફરજ છે. એટલું જ નહીં ત્યાં તમને હથિયારબંધ પોલીસ સિક્યોરિટી ગાર્ડ્ઝ પણ જોવા મળે છે. આ જાત-જાતના નિયમોમાંથી એક નિયમ એટલે આપણી પાણીની બોટર એરપોર્ટ પર લઈ જઈ શકતા નથી. હવે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો 2006ની એક ઘટના પછી અને ત્યારથી આ નિયમ દુનિયાના તમામ એરપોર્ટ પર લાગુ કરવામાં આવ્યો. સિક્યોરિટી ચેકમાં જો તમારી પાસેથી પાણી બોટલ મળી આવે તો એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ આ પાણીની બોટલ કાઢીને કચરામાં ફેંકી દે છે. આ વિશે સીઆઈએ દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ત્રાસવાદી સંગઠન દ્વારા બાટલીમાં સ્ફોટક પદાર્થો લઈ જઈને હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી, પણ અમેરિકા દ્વારા તે યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી. બસ એ જ દિવસથી એરપોર્ટ પર પાણીની બાટલી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.