Homeમેટિનીફોટોગ્રાફર પર કેમ ગુસ્સે ભરાઈ તાપસી?

ફોટોગ્રાફર પર કેમ ગુસ્સે ભરાઈ તાપસી?

અનુજા શાહ

તાપસી પન્નુ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ ફિલ્મ કરતાં ફોટોગ્રાફર્સ સાથેના વર્તનને કારણે ચર્ચામાં રહે છે અને તાપસી પન્નુ ઘણીવાર ફોટોગ્રાફર્સ પર ભડકી છે અને તેને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સને તાપસીનું આવું વર્તન જરાય પસંદ નથી પડ્યું અને તેમણે તો તેને ‘બીજી જયા બચ્ચન’ કહીને સંબોધી હતી. આપણે સૌ એ વાતથી જાણીએ જ છીએ કે જયા બચ્ચન પણ અવારનવાર ફોટોગ્રાફર્સને આડે હાથ લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર તાપસીનો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ફોટોગ્રાફર્સે તાપસીને દિવાળીને શુભેચ્છા પાઠવી હતી અને એક્ટ્રેસે પણ સામે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તાપસી કારનો દરવાજો ખોલીને બેસવા જાય છે, પરંતુ ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સ કારના દરવાજે આવીને ઊભા રહી જાય છે. આ જોઈને તાપસી ભડકી ગઈ હતી. તેણે તરત પોતાનું માથું હલાવતા કહ્યું હતું, ‘ઓહ માય ગોડ, ઓહ માય ગોડ, મારી પર અટૅક ના કરો. પછી તમે લોકો જ કહો છે કે બૂમો પાડું છું. આવું ના કરો, પ્લીઝ આવું ના કરો.’
જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે તાપસી આ રીતે ફોટોગ્રાફર પર ગુસ્સે ભરાઈ હોય. વાઈરલ થયેલાં આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું હતું, ‘બકવાસ એક્ટર, બકવાસ બિહેવિયર.’ જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે ‘બીજી જયા બચ્ચન બની રહી છે.’
જોકે, ટ્રોલર્સની સામે ઘણાં યુઝર્સે તાપસી પન્નુનો સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે ફોટોગ્રાફર્સને પોતાની લિમિટની ખબર હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન પણ અવાર-નવાર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થતા હોય છે. દિવાળીની રાત્રે પણ તેઓ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા હતા.
આયુષ્માન ખુરાનાની દિવાળી પાર્ટીમાં તાપસી પન્નુને જોતાં જ ફોટોગ્રાફરે કહ્યું હતું કે આજે ગુસ્સે ના થતા. આ સાંભળીને તાપસીએ જવાબ આપ્યો હતો કે તમે એવી હરકતો નહીં કરો તો તે ગુસ્સે નહીં થાઉં. ગયા મહિને તાપસીને રાજુ શ્રીવાસ્તવના અવસાન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફર્સે તાપસીનો રસ્તો બ્લોક કરી દીધો હતો. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ હતી અને આગળ વધવાનો પ્રયાસ કરતી હતી. ફોટોગ્રાફર્સે તાપસીનો રસ્તો બ્લોક કરતાં તેણે ગુસ્સામાં કહ્યું હતું, ‘અરે ભાઈ સાહબ..આપ એક મિનિટ.. આપ પીછે હટિયે.. આપ એસે મત કરિયે…થોડા હટિયે, પીછે હટિયે…’ ફોટોગ્રાફર્સના વર્તનથી નારાજ થયેલી તાપસીએ રાજુ શ્રીવાસ્તવના અવસાન અંગેનો સવાલ અવગણ્યો હતો અને સીધી નીકળી ગઈ હતી.
આ તો થઈ પર્સનલ લાઈફની વાત પણ વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી છેલ્લે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દોબારા’માં જોવા મળી હતી. હવે તાપસી ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં શાહરુખ ખાન સાથે જોવા મળશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -