આ આગ દઝાડતી ગરમીમાં આપણે ઘણી વખત લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે ચાલો ને જરા એટીએમમાં જઈને થોડા ઠંડા થઈ આવીએ… તમે પણ ATMમાં અનેક વખત પૈસા ઉપાડવા માટે જતા હશો. આજે અનેક જગ્યાએ એટીએમની સુવિધા ઉપલબ્ધ છે, જો તમે પણ ક્યારેય ATMની મુલાકાત લીધી હોય તો તમને ખબર હશે કે ત્યાં એક નહીં પરંતુ બે-બે AC હોય છે. હવે કયારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આટલી નાનકડી કેબિનમાં બે બે એસીનું શું કામ? કેટલાક લોકો એવું બોલશે કે બહારથી આવનાર લોકો માટે આ એસી લગાવવામાં આવે છે તો તમારો આ જવાબ સાવ ખોટો છે.
ગરમીના દિવસોમાં ખાસ કરીને એટીએમમાં કેશ કાઢવા કોઈ જાય તો તેને પારાવાર ખુશી થાય છે, કારણ કે ત્યાં એસીની ઠંડી હવા ખાવા મળે છે.
પરંતુ હકીકત સાવ નોખી જ છે અને એટીએમમાં એસી કેમ લગાવવામાં આવ્યા છે એનું સાચું કારણ જાણી લેશો તો તમે પણ ચોંકી ઉઠશો. એટીએમમાં એસી તમારા કે આપણા આરામ માટે લગાવવામાં આવતા નથી. જ્યારે આપણે સ્માર્ટફોનનો ખૂબ લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ તો તે ધીમે ધીમે ગરમ થવા લાગે છે.
આવું જ કંઈક એટીએમ મશીન સાથે પણ થાય છે કારણ કે આ એક મશીન છે અને ATM લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં મશીન ગરમ થઈને ખરાબ થવાની શક્યતા વધી જાય છે.
આવું ન થાય અને ATM મશીનને ઠંડુ રાખવા અને સતત સર્વિસ આપવાના ઉદ્દેશ્યથી કેબિનમાં બે બે એસી લગાવવામાં આવે છે. ઘણી જગ્યાએ એટીએમ મશીનની સંખ્યા વધુ હોય છે તો ત્યાં વધુ એસી લગાવવામાં આવે છે.
ભારતમાં મોટા ભાગના ATM સેન્ટરમાં બે એસી હોય છે. એકને સ્ટેન્બબાય તરીકે રાખવામાં આવે છે અને બંનેનો અલ્ટરનેટ તરીકે યૂઝ કરવામાં આવે છે. જેથી એટીએમ મશીનને 24 કલાક કૂલિંગ મળી રહે…
એટલે હવે ખ્યાલ આવી ગયો ને કે આ એસી તમારા કે મારા માટે નહી પણ મશીન માટે લગાવવામાં આવ્યા હોય છે…