એક્ટ્રેસ સંભાવના સેઠ આજકાલ લાઈમલાઈટથી દૂર છે. તેને ટીવી રિયાલિટી શો બિગ બોસમાં આવ્યા બાદ વધુ લોકપ્રિયતા મળી હતી. હાલમાં તે યુટ્યૂબ પર ખૂબ જ પોપ્યુલર છે. યુટ્યુબ પર સંભાવના અને તેનો પતિ અવિનાશના વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે અવિનાશ સંભાવના કરતાં સાત વર્ષ નાનો છે. હાલમાં તે ફિલ્મો અને વેબ સિરીઝની વાર્તા લખે છે. એવામાં ચાહકો એક્ટ્રેસને પૂછે છે કે આખરે તેણે પોતાની ઉંમર કરતાં સાત વર્ષ નાના અવિનાશ સાથે લગ્ન શા માટે કર્યા? જોકે, આ સવાલનો જવાબ પોતે સંભાવનાએ આપ્યો છે.
તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, જ્યારે હું ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર હતી ત્યારે અવિનાશ તે સમયે કંઈ નહોતો. મારા મનને તે ગમી ગયો તો મેં તેની સાથે જીવન વિતાવવાનો નિર્ણય લઈ લીધો. અમે સૌથી વધુ પ્રોબ્લેમ ફેસ કરી છે. મારી તબિયત ખરાબ થઈ હતી, પપ્પાનું નિધન થયું હતું, પરંતુ અવિનાશે તેના હાર્ડ વર્કને ક્યારેય છોડ્યું નથી. અવિનાશે જ્યારે ફિલ્મો લખવાનું શરૂ કર્યું ત્યારે મારી મમ્મી આઈસીયુમાં હતી. પૂરો દિવસ હું હોસ્પિટલમાં રહેતી હતી અને રાત્રે અવિનાશ હોસ્પિટલમાં બેસીને ફિલ્મ લખતો હતો.