AAPના મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બંને અલગ-અલગ આરોપોમાં જેલના સળિયા પાછળ છે. તેઓએ મંગળવારે દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે શા માટે પદ છોડવું પડ્યું એ જાણવું જરૂરી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન, બંને અલગ-અલગ આરોપોમાં જેલના ધકેલાઇ ગયા છે. મંગળવારે સિસોડીયા અને જૈને કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતુ. મુખ્ય પ્રધાન કેજરીવાલે પણ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ભાજપે હોબાળો મચાવતું હતું તોય ગાદી પરથી નહીં હટનાર હાલમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતાઓએ અચાનક મંત્રીપદેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું તેના સંભવિત કારણો અહીં છે:
- શાસન વ્યવસ્થા પર અસર: સિસોદિયા અને જૈનની ધરપકડથી વિવિધ વિભાગોની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ હતી. સિસોદિયા નાયબ મુખ્ય પ્રધાન હતા અને નાણાં અને શિક્ષણ વિભાગો પણ સંભાળતા હતા, જ્યારે જૈન આરોગ્ય પ્રધાન હતા.
- સત્યેન્દ્ર જૈને રાજીનામું આપવું પડ્યું, કારણ કે સિસોદિયા તેમની ધરપકડ પછી જૈનના મોટાભાગના પોર્ટફોલિયો પણ સંભાળી રહ્યા હતા. જૈનની ધરપકડ બાદ સિસોદિયા પાસે 33માંથી 18 મંત્રાલયો હતા.
દિલ્હી સરકારના સંચાલનને સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં બે નવા પ્રધાનોની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. - ભ્રષ્ટાચારના કેસોમાં થયેલી ધરપકડો AAPની ભ્રષ્ટાચાર વિરોધી મુખ્ય વિચારધારાની વિરુદ્ધ છે. આને કારણે જ જૈન અને સિસોદિયાની ધરપકડ બાદ ભાજપે વારંવાર કેજરીવાલની પાર્ટી પર ભ્રષ્ટાચારીઓને છઆવરવાના આરોપ લગાવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના નેતા તરીકે ઉભરી આવેલા અરવિંદ કેજરીવાલ પર વારંવાર તેમના ભ્રષ્ટાચાર-કલંકિત મંત્રીઓનો બચાવ કરવાનો આરોપ મૂકવામાં આવતો હતો.
- દિલ્હીની કોર્ટમાં સીબીઆઈએ આરોપ લગાવ્યો કે એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સિસોદિયા મુખ્ય કાવતરાખોર હતા. કોર્ટે સીબીઆઈની દલીલો સ્વીકારી અને સિસોદિયાની અરજી ફગાવી દીધી. સીબીઆઈ પાસે સિસોદિયા વિરૂદ્ધ પુરાવા છે તે મહત્વની વાત છે.
- AAPને સમજાઇ ગયું છે કે સીબીઆઈ દ્વારા સિસોદિયાને મહિનાઓ સુધી જેલમાં રાખ્યા પછી ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી શકે છે, અને ભાજપ એવો દાવો કરવાનું ચાલુ રાખશે કે કેજરીવાલ ભ્રષ્ટ મંત્રીઓને જેલમાં ન નાખે ત્યાં સુધી તેમનો બચાવ કરી રહ્યા છે.