હાલમાં તો જ્યાં જુઓ ત્યાં બસ આઈપીએલનો ફીવર છવાયેલો છે અને એમાં પણ ગઈ કાલની મેચની ચર્ચા તો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને એની સાથે સાથે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું કિસી કા ભાઈ કિસી કી જાન હેશટેગ…
હવે તમને સવાલ થશે કે આખરે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ વચ્ચે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું શું કામ? તો ભાઈ એ જ મુદ્દા પર હવે અમે આવી રહ્યા છીએ. આ મેચમાં શુભમન ગિલે હાફ સેન્ચ્યુરી ફટકારી હતી તો છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં રહેલાં અર્જુન તેંડુલકરે 13 રન જ કર્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો દારૂણ પરાજય થયો હતો. આ મેચ પૂરી થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર કિસી કા ભાઈ કિસી કી જાન હેશટેગ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા હતા. આ પોસ્ટરમાં માસ્ટર બ્લાસ્ટરની દીકરી સારા તેંડુલકર, અર્જુન તેંડુલકર અને શુભમન ગિલ્સ દેખાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સારાનું નામ શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. આ પહેલાં પણ જ્યારે અર્જુન તેંડુલકરની આઈપીએલની પહેલી મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી એ સમયે પણ આ જ પ્રકારના મીમ્સ વાઈરલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સારાનું નામ શુભમન સાથે લેવાઈ રહ્યું છે અને બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી. પરંતુ ત્યાર બાદ શુભમન ગિલને બી-ટાઉનની એક્ટ્રેસ સારા અલી ખાન સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો હવે શુભમન સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે એવી ચર્ચા ચાલી રહી છે.
Finnally…#किसी_का_भाई_किसी_की_जान मे अक्सर जीत जान की होती है….!🤗#KisiKaBhaiKisiKiJaan #KKBKKJ #ShubmanGill #ArjunTendulkar #MIvsGT #RohitSharma #SachinTendulkar pic.twitter.com/AVHoHp1pSC
— डॉ. वीर्य सवारकर (@BulBul_Rider) April 25, 2023