રોજ બરોજ -અભિમન્યુ મોદી
ભારતમાં વિવિધતામાં પણ વિવિધતા છે. ગુજરાતમાં ભાજપની જીત થઈ જયારે કૉંગ્રેસ અને આપ હારી ગઈ, હિમાચલમાં કૉંગ્રેસ જીતી ગઈ તો ભાજપ અને આપ હારી ગઈ. દિલ્હીમાં આપની ભવ્ય જીત થઈ તો કૉંગ્રેસ અને ભાજપ હારી ગઈ. આટલી ભિન્નતા તો ભારતમાં જ જોવા મળે. આમ જોઈએ તો રાજકીય પક્ષોનો આટલો મોટો શંભુ મેળો વિશ્ર્વના અન્ય કોઈ રાષ્ટ્રમાં નથી. પાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી રાજકીય પક્ષો સત્તારોહણનો એક પણ મોકો ચુકતા નથી. પ્રવર્તમાન સ્થિતિમાં દેશના ૩ મોટા રાજકીય પક્ષોની જીત પણ થઈ છે અને હાર પણ સાંપડી છે એટલે કોઈને હારનો વસવસો નથી પરંતુ ગુજરાતમાં પરિવર્તનનું બ્યુગલ ફૂંકનાર આમ આદમી પાર્ટીનાં પાટિયાં ઉખડી ગયાં છે, ‘આપ’ની અસ્મિતા અને ઓળખ પર કાળા ડાઘ લાગી ગયા છે. આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ મુખ્યત્વે નવી દિલ્હીમાં અને પંજાબમાં જ છે એ સિવાય ભારતના અન્ય પ્રદેશોમાં તેનો ગજ વાગ્યો નથી. કેજરીવાલને મુંબઇ જેવા પ્રબુદ્ધ શહેરોએ જાકૉંરો આપ્યો છે. તેમ છતાં ગુજરાતમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાપાલિકામાં આમ આદમી પાર્ટીએ લગભગ બધી સીટો ઉપર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. સુરત સિવાય ક્યાંય આપ પક્ષને સીટો મળી નથી, પણ સુરતમાં ૨૭ સીટ મળી એટલે કેજરીવાલમાં નવી ઊર્જાનો સંચાર થયો થયો. જો કે ગુજરાતમાં હવે કૉંગ્રેસ મૃત:પાય અવસ્થામાં છે એટલે તેના અસ્તાચળની ચર્ચા જ વ્યર્થ છે.
વિધાનસભાની ચૂંટણીમાં સુરત રાજકીય રીતે સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના એપી સેન્ટર રહેલા સુરતે ભાજપને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ૨૦૨૧માં સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઊભરીને આવી ત્યારથી સુરત તેનું કેન્દ્ર બની રહ્યું હતું. આ સુરતીલાલાઓએ આમ આદમી પાર્ટીને કોર્પોરેશનમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભવ્ય વિજય અપાવી ભાજપના કોર્પોરેશનના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ કરી દીધી હતી. એટલે જ આપની જીતના જોરદાર દાવા થઈ રહ્યા હતા. આપએ નક્કી કરી લીધી હતું કે સુરતને ટ્રમ્પ કાર્ડ બનાવીને જીતી જવું છે. છતાં કેજરીવાલના પરિવર્તનના પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીને હરાવી શક્યા નહીં. તેની પાછળ ખરેખર કયાં કયાં ફેક્ટર કૉંમ કરી ગયાં?
વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીનો સુરતમાં જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો હતો, તેમાં પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના બે નેતાઓની વિધિવત્ રીતે આપમાં એન્ટ્રી થતાં વધુ મજબૂતાઈથી લડવાની શરૂઆત થઈ. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જેવા પાસના મુખ્ય ચહેરાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બન્યા. જેને કૉંરણે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર આપ તરફનો માહોલ ઊભો થઈ ગયો હોય તેવું ચિત્ર દેખાયું હતું. પાટીદાર પ્રભુત્વવાળી ૬ બેઠકો ભાજપને નડે એવી હતી. મુખ્યમંત્રી પદના દાવેદાર ઇસુદાન ગઢવી, આપના યુવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા આ ત્રણ નેતાઓ જ ભાજપ સામે લડી શકે તેવા હતાં. આ સિવાયના તમામ ઉમેદવારો તો માત્ર ઝાડુના સહારે ચૂંટણી લડવા નીકળ્યા હોય તેમ પાછળ પાછળ ફરતા હતાં.
ગોપાલ ઇટાલિયા દ્વારા ખૂબ જ સારો અને લોકોની નજરમાં આવે એવો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. સભાઓ પણ ખૂબ ગજવી અને લોકો પણ ખૂબ ભેગા કર્યા. પરંતુ ખોટી બેઠક પરથી લડ્યા અને પરાજય પામ્યા. ગોપાલ ઇટાલિયાએ કતારગામ બેઠક ઉપરથી વિનુ મોરડિયા સામે ઉમેદવારી નોંધાવી હતી. કતારગામ બેઠક પર ધાર્મિક સંપ્રદાયોનો ખૂબ મોટો પ્રભાવ છે, જે સુરતની અન્ય કોઈ બેઠક ઉપર દેખાતો નથી. કતારગામ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સ્વામિનારાયણ મંદિરો આવેલાં છે, તેમજ અન્ય દેવસ્થાનો પણ છે આ વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ અને ધર્મગુરુઓનો પ્રભાવ ખૂબ મોટા પ્રમાણમાં છે. ગોપાલ ઇટાલિયાને સૌથી વધુ નડતરરૂપ જો કોઈ બાબત રહી હોય તો તે સાધુ-સંતો અને કથાકૉંરોને લઈને આપેલાં નિવેદનો હતાં. ભાજપે પહેલાંથી જ તેમને ધર્મવિરોધી અને હિન્દુવિરોધી ચહેરા તરીકે ચીતરી દીધા હતા. ઈટાલીયાના ધર્મવિરોધી વાણીવિલાસને કારણે ધર્મમય યુવાનો પણ રોષનો લાગણી હતી. ધર્મ અને સાધુ-સંતોને શ્રદ્ધાપૂર્વકનું માન જાળવવું હોય ઈટાલીયાના બહિષ્કારની વાત પણ કતારગામમાં વહેતી થઈ હતી. જેને કૉંરણે ગોપાલ ઇટાલિયાએ કરેલી તમામ મહેનત ઉપર માત્ર છેલ્લા બે દિવસમાં જ પાણી ફરી વળ્યું હતું.
એક સમયે તેવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી માત્ર આખા ગુજરાતની અંદર સુરત શહેરની છ બેઠકો ઉપર જ ચૂંટણી લડી રહી છે. ખાસ તો આપના મુખ્ય ચહેરાઓએ સુરતમાં જ લડવાનું મુનાસીબ માન્યું અને એકમાત્ર ઈસુદાન ગઢવી અલગ લડ્યા હતા. પરિણામે ચૂંટણી પ્રચારના દિવસોમાં બધા સુરતમાં જ બેટિંગ કરતાં હતાં અને આખા ગુજરાતને રેઢું મૂકી દીધું. અન્ય શહેરોની વાત તો ઠીક છે. પરંતુ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા સુરતની લિંબાયત, ઉધના, ચોર્યાસી, મજૂરા અને સુરત પશ્ચિમ જેવી બેઠકૉેં ઉપર પણ ફરક્યા નહોતા. જેનો સીધો અર્થ એવો થાય કે, તેઓ માત્ર પોતાની બેઠક પૂરતા જ સીમિત થઈ ગયા હતા. એક વાત તો સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને માત્ર પાટીદાર મતદારો પૂરતા જ મત મેળવવાના હોય અને તે જ બેઠક ઉપર તેઓ જીતી શકતા હોય તેવું તેમણે નક્કી કરી લીધું હતું. પરિણામે તેઓ અન્ય કૉેંઈ જ બેઠકૉેં પર મહેનત કરતા દેખાયા ના હતા. જ્યારે મજુરા વિધાનસભા બેઠક પર હર્ષ સંઘવી સામે આપના ઉમેદવાર પીવીએસ શર્માએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી છે. આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર સતત આકરા પ્રહારો કરતા રહ્યા અને તેમને ડ્રગ્સ સંઘવી તરીકે પણ સંબોધ્યા. પરંતુ આશ્ર્ચર્યજનક વાત એ છે કે ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા એક પણ વખત મજૂરા વિધાનસભામાં જાહેરસભા યોજી ન હતી.
મનોજ સોરઠિયા તો અલ્પેશ કથીરિયાની લોકપ્રિયતાની સાથે જ પ્રચાર કરતા હતા. અલ્પેશે આરોગ્યની સુવિધાનો બદબોઈ કરી તો તેના હરીફ ઉમેદવાર ભાજપના કુમાર કાનાણીએ અલ્પેશ કથીરિયાની માતાના ઘૂંટણ પણ સરકારની આરોગ્યલક્ષી સેવાના પરિણામે વિનામૂલ્ય થઈ હતી તેના પુરાવા રજૂ કરી દીધા હતાં. આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને તેમને વિના મૂલ્યે સારવાર કરાવી છે છતાં પણ જો એ લોકો ખોટો પ્રચાર કરતા હોય તો પ્રજાએ તેમને જવાબ આપવો જોઈએ. આ પ્રકૉંરનો પ્રચાર વરાછા વિધાનસભા બેઠક ઉપર છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જોવા મળ્યો હતો. જેની સીધી અસર મતદારો પર થઈ. અને છેલ્લો ઘા પીએમ મોદીએ માર્યો. નરેન્દ્ર મોદી સુરતમાં એક રાત રોકાયા અને આખો પાટીદાર સમાજ તેમની તરફે આવી ગયો. સભા પૂર્ણ થયા બાદ રાત્રે બે વાગ્યા સુધી સતત તેઓ ટેલિફોનિક રીતે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે સંપર્ક કરતા રહ્યા હતા. મોડી રાત સુધી સીઆર પાટીલને સૂચનાઓ આપી અને સવારે રાજકોટ જવા નીકળી ગયા. પહેલીવાર મોદી રાજકોટમાં મોડા પડ્યા હતાં પરંતુ સી.આર.પાટીલે મોદીની રણનીતિનો શબ્દશ: અમલ કર્યોઅને આમ આદમી પાર્ટીનાં સપનાઓને ધૂળધાણી કરી નાખ્યાં. ભાજપ આધુનિક અભિગમ સાથે તેની સ્ટ્રેટેજી બનાવે છે. કૉંગ્રેસ હજુ આઝાદી સમયની પરંપરાઓને અનુસરે છે. અને આપ એક જ પીચ પર લડે છે. એમાં ભાજપની જીત થઈ.
દિલ્હીમાં કેજરીવાલે પાણી, વીજળી, પ્રવાસ મફત આપ્યાં અને શિક્ષણની સુવિધાઓ વધારી એટલે પાલિકાની ચૂંટણી જીતી ગયા? નહી દિલ્હીમાં કેટલીય જગ્યાએ પાણી ગંદું આવે છે. બધાને કંઈ મફત મળતું નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ સરખા નથી. વીજળીના ભાવ અમુક લત્તાઓમાં અમુક યુનિટ કરતાં વધુ હોય ત્યાં બિલ વધારે આવવા માંડ્યું છે. મફત વીજળી તો પાંચ વરસ પહેલાં આપવાની હતી જે ત્રણેક મહિનાથી જ મળે છે અને તે પણ માત્ર મામૂલી યુનિટ પ્લસ આજની તારીખે પણ દિલ્હીમાં ચોવીસ કલાક વીજળી ના મળતી હોય એવા ઘણા વિસ્તારો છે છતાં મિડિયા ગાયને દોહીને બકરીને પાવાની આ વ્યર્થ કસરત લોકો સુધી પહોંચાડતું નથી. ફ્રી સ્કીમ્સનો લાભ જેટલો મળે છે એના કરતાં પ્રચાર વધારે થાય છે. એટલે દિલ્હીની પ્રજાને મન કેજરીવાલ મહાન છે પરંતુ ગુજરાતમાં ભાજપના મૂળિયાં એટલી હદે મજબૂત થઈ ગયા છે કે તેના ઉખાડવા મહાક્રાંતિ જોઈએ. શ્રેષ્ઠ બૌદ્ધિક સંપદા જોઈએ. પ્રજાના માનસમાં પરિવર્તનની ક્રાંતિ જોઈએ પરંતુ મોદી સાહેબ છે ત્યાં સુધી ગુજરાતનો કૉંંકરો એક પણ રાજકીય પક્ષ હલાવી નહીં શકે એ ચૂંટણીના પરિણામે સ્પષ્ટ કરી દીધું છે.