મુંબઈઃ બોલીવૂડમાં અભિનેત્રીઓએ રાજ કર્યું છે, જ્યારે તેમની લાડલી દીકરીઓ પણ બોલીવૂડ જ નહીં, સોશિયલ મીડિયા પર પણ રાજ કરી રહી છે. બોલીવૂડના પાવર કપલની લાડલી દીકરી ન્યાસાની માફક શ્રીદેવીની દીકરી જાહનવી કપૂર અત્યારે ઈન્ટરનેટ પર આગ વરસાવી રહી છે. તેની આગામી ફિલ્મને લઈ ચર્ચામાં રહેનારી આ અભિનેત્રીએ બહુ ઓછી ફિલ્મો કરી છે, પરંતુ તાજેતરના તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં છે.
અલબત્ત, ગઈકાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફસને લઈ જાહનવી કપૂર ચર્ચામાં છે. ચમકીલી આંખો અને ગળામાં મોતીના હાર સાથે જોવા મળતી જાહનવીને જોઈને લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા પાંચ ફોટોગ્રાફ જોરદાર દિલકશ પોઝ આપ્યા છે. ફક્ત એક જ વર્ડમાં તેને લખ્યું છે કિસ્સી.
View this post on Instagram
એક દિવસ પહેલા પોસ્ટ કરેલા પાંચ બોલ્ડ ફોટોએ લોકોના દિલ જીતી લીધા છે. નવ લાખથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. વાત કરીએ તેના ડ્રેસ અને અંદાજની તો. ડીપનેક ગાઉનમાં જાહનવી જોરદાર બોલ્ડ જોવા મળે છે. એક નહીં ચાર પાંચ પોઝ આપતા લેટેસ્ટ લૂકમાં જોવા મળેલી બીઝ કલરના ડ્રેસ અને હીરાથી જડેલા હાર તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, જ્યારે મરુન રંગની ડાર્ક શેડની લિપસ્ટિકમાં જાહનવી ઔર સેક્સી લાગે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે તથા લોકો તેની મઝા પણ લઈ રહ્યા છે.
ભલે મર્યાદિત ફિલ્મો કરી હોય, પરંતુ પોતાના બોલ્ડ અંદાજને લઈને જાહનવી નિયમિત રીતે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આગામી ફિલ્મની વાત કરીએ તો ‘મિસ્ટર એન્ડ મિસીસ માફી’ને લઈ ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જોકે, આ ફિલ્મમાં તે એક ક્રિકેટરનો અભિનય કરશે. આ ઉપરાંત, બિગ બજેટ ફિલ્મ ‘બબાલ’, ‘જન ગણ મણ’ જેવી ફિલ્મોમાં કામ કરશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.