(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુરોપના શેરબજાર નગેટિવ ઝોનમાં ગબડી રહ્યા હોવાના અહેવાલ છે. જગતભરના શેરબજારની નજર અત્યારે કંપની પરિણામ પર છે અને તેની અસર જ મુખ્ય ટ્રિગર બની રહી છે ત્યારે સવાલ એ છે કે, યુરોપના શેરબજાર સારા કંપની પરિણામ છતાં કેમ ગબડ્યા?
વાસ્તવમાં ટેક જાયન્ટ્સ માઈક્રોસોફ્ટ અને આલ્ફાબેટની મજબૂત કમાણીના ડેટાએ શરૂઆતમાં ઉત્સાહનો સંચાર તો કર્યો, પણ પછી યુનાઈટેડ સ્ટેટ્સમાં મંદીની આશંકા ફરી ઉભી થઈ હોવાથી વોલ સ્ટ્રીટ પર રાતોરાત નુકસાનને ટ્રેક કરતા યુરોપિયન શેર બુધવારે ઘટ્યા હતા.
ટેક્નોલોજી સ્ક્રિપ્સમાં 1.3% ની મંદી બાદ પાન-યુરોપિયન સ્ટોક્સ-૬૦૦ ઇન્ડેક્સ 0.4% નીચો ખેંચાયો હતો. ઇન્ડેક્સના સૌથી મોટા લુઝર એએસએમ ઇન્ટરનેશનલમાં 10 %નો કડાકો હતો. આ ડચ સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેકરે અંદાઝ કરતા વધુ આવક નોંધાવી હોવા છતાં પ્રથમ ત્રિમાસિક ગાળાના ઓર્ડરમાં ઘટાડો નોંધાવ્યો હતો અને બજારમાં મંદીના ચિહ્નો હોવાનું જણાવ્યું હતું.