ઉત્તર પ્રદેશ પોલીસ STFએ ગુરુવારે અતીક અહેમના પુત્ર અને ઉમેશ પાલ મર્ડર કેસમાં વોન્ટેડ અસદ અહેમદ અને તેના સાથી ગુલામનું ઝાંસીમાંથી શોધી કાઢ્યા હતાં. એન્કાઉન્ટર દરમિયાન આ બંનેનું મોત થયું છે. અસદ અને ગુલામ પર પર પાંચ – પાંચ લાખ રુપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અસદને પહેલેથી જ તેના એન્કાઉન્ટરનો ડર હતો, તેથી તે રાત્રના સૂતી વખતે પણ તેની સાથે ચાર-પાંચ હથિયાર રાખતો હતો. પોલીસ વચ્ચેની અથડામણમાં પણ તેની પાસેથી વિદેશી બનાવટના હથિયારો મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગુનાહિત ઇતિહાસ ધરાવનારા અતીક અહેમદના પુત્ર અને તેના સાથીદારને આખરે પોલીસે શોધી કાઢ્યાં હતાં, જે ઉમેશ પાલ હત્યાકેસના મોસ્ટ વોન્ટેડ હતો. આ બંને આરોપી છેલ્લાં કેટલાંય મહિનાથી પોલીસથી ભાગતા ફરી રહ્યાં હતાં. આ બંને ઉપર પાંચ – પાંચ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અતીક અહેમદના જૂના ડ્રાઇવર શફિકે અસદને દિલ્હીમાં રહેવાની સગવડ કરી આપી હતી, જ્યાં તેના સાથીદારો ઝીશાન, ખાલીદ, જાવેદ અસદ અને ગુલામની મદદ કરી હતી. પોલીસ ઇન્ટરોગેશનમાં ઝીશાન, ખાલીદ અને જાવેદે પોલીસને જાણકારી આપી હતી કે અસદ અને ગુલામ બસથી દિલ્હી આવ્યા હતાં અને દિલ્હી બસસ્ટેન્ડથી આ બંને ગુનેગારો ઓટો રિક્ષામાં સંગમ વિહાર પહોંચ્યા હતાં.
શફિકના કહેવાથી તેમણે અસદ અને ગુલામની મદદ કરી હતી. આ બંને ગુનેગારો સંગમ વિહારમાં જ બે – બે દિવસે ઘર બદલતાં જેથી તે પોલીસના હાથે ના લાગે. જોકે આજુબાજુના રહેવાસીઓ પણ ક્યારેય આ બંને ગુનેગારોને ઓળખી શક્યા નહતાં. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માફિયા ડોન અતીક અહેમદનો પુત્ર અને શાર્પ શૂટર અસદ અને તેનો સાથીદાર ગુલામ 15 દિવસ દિલ્હીના સંગમ વિહારમાં રહ્યાં હતા. તેઓ લોકલ એરિયામાં ફરવા પણ નીકળતાં પણ એન્કાઉન્ટરના ડરે ક્યારેય સંગમ વિહારથી બહાર ગયા નહતાં. પોલીસે એમ પણ જણાવ્યું કે આ સમય દરમિયાન અસદને પકડાઇ જવાનો એટલો ડર હતો કે ફોનનો ઉપયોગ જ કરતો ન હતો. યુપીમાં કોઇની સાથે વાત કરવાની હોય તો તે આ ત્રણ મદદગારોના ફોનનો જ ઉપયોગ કરતો.