હેડીંગ વાંચીને તમને થશે કે એ વળી કોણ તીસમાંરખાં છે કે જેણે ગૂગલની બોલતી બંધ કરી દીધી. આ સવાલનો જવાબ મેળવવા તમારે અંત સુધી વાંચવું પડશે. ગૂગલ પાસે બધા જ સવાલોના જવાબ હોય છે અને દરેક સમસ્યાનું સમાધાન આ ગૂગલબાબા પાસે હોય છે, પણ તેમ છતાં આપણી પાસે એવા બહુપ્રતિભાશાળી લોકો છે કે જેમની પાસે ગૂગલ ની બોલતી પણ બંધ થઈ જાય છે. સોશિયલ પર હાલમાં આવો જ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં દાદાજીના સવાલ સામે ગૂગલે પણ હથિયાર હેઠા મૂકી દે છે, કારણ કે લોકો શું સવાલ પૂછશે એનો કોઈ ભરોસો નથી.
દાદાજી પહેલાં તો ગૂગલને ગુલગુલ કહેવા માટે ગૂગલની માફી માંગે છે અને પછી એને પૂછે છે કે અહીંયા આજુબાજુમાં ક્યાં સારો ભંડારો છે જ્યાં રાયતું ખાવા મળશે એવો સવાલ પૂછે છે. દાદાનો આ વીડિયો અત્યાર સુધીમાં 3.8 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો પણ આ વીડિયોની નીચે મજેદાર કમેન્ટ કરી રહ્યા છે.
જેમાં એક વ્યકિતએ લખ્યું છે કે આ સવાલનો જવાબ તો ગૂગલ પાસે પણ નથી તો વળી એક જણે કહ્યું છે કે આ ગૂગલનો દુરુપયોગ છે.