Homeઆપણું ગુજરાતકોણ બનશે ગુજરાતના નવા ડીજીપી?

કોણ બનશે ગુજરાતના નવા ડીજીપી?

હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે સેવા આપી રહેલા આશિષ ભાટિયાનો કાર્યકાળ આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. તેમણે જુલાઈ-૨૦૨૦માં ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં રાજ્યને નવા ડીજીપી મળી શકે છે. રાજ્ય સરકાર આશિષ ભાટિયાને ફરીથી સેવામાં ચાલુ રાખે તેવી શક્યતાઓ નહીવત છે. રાજ્યના નવા ડીજીપી કોણ હશે તેને લઈ અનેક અટકળો તેજ થઈ ગઈ છે અને ઘણા નામ વહેતા થયા છે.
વર્તમાન ડીજીપી આશિષ ભાટિયાનો ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ ડીજીપી તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે ગુજરાતને નવા ડીજીપી મળશે તે નક્કી છે. જે નામ વહેતા થયા છે તેમાં સિનિયર આઈપીએસના ડીજીપી તરીકે અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર, વિવેક શ્રીવાસ્તવ, અનિલ પ્રથમ અને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. અતુલ કરવાલ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે અને એનડીઆરએફના ડીજી પદે સેવા આપી રહ્યા છે. આ સિવાય વિકાસ સહાય ડીજી ટ્રેનિંગમાં છે. વિવેક શ્રીવાસ્તવ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે અને સેન્ટ્રલ આઈબીના જેાઈન્ટ ડાયરેક્ટર પદે સેવા આપી રહ્યા છે. ૧૯૮૭,૧૯૮૮ અને ૧૯૮૯ના છ આઈપીએસના ડીજીપી માટે નામ ચર્ચામાં ચાલી રહ્યા છે.
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી માર્ચ-૨૦૨૩માં નિવૃત્ત થઈ રહ્યા છે. અજય તોમર કે જેઓ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરી-૨૦૨૪માં પૂરો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીજીપીનો કાર્યકાળ પૂરો થાય તેના ત્રણ મહિના પહેલાં રાજ્ય સરકારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફર્સને સંભવિત ડીજીપીની નામની યાદી મોકલાવની રહેશે. ત્યારે ચર્ચાતા નામમાંથી કોને રાજ્યની જવાબદારી મળે છે તે મહિનાના અંતમાં લગભગ ખબર પડી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -