અસદ અહેમદે પણ બિલ્ડરને ધમકી આપીને 80 લાખની માગણી કરી હતી…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની જાહેરમાં ત્રણ શૂટરે હત્યા કર્યા પૂર્વે પોલીસે અસદ અહેમદનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. અહેમદ બ્રર્ધરના હત્યાંકાડનો મુદ્દો આખા દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. હત્યાકાંડનું મૂળ પગેરું શોધવા માટે તપાસ સમિતિની સાથે ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી ગયું છે, ત્યારે તાજેતરમાં બાપ (અતીક અહેમદ) અને દીકરા (અસદ અહેમદ)ના જેલમાંથી લોકોને ધમકી આપનારા ઓડિયો વાઈરલ થયા છે.
એક ઓડિયોમાં સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ પ્રયાગરાજના એક પ્રોપર્ટી ડીલરને ધમકી આપતો છે. કોલ રેકોર્ડિંગમાં અતીક પ્રોપર્ટી ડીલર જૈદને જમીન મુદ્દે ધમકાવે છે. તત્કાલીન એસએસપી ગુજરાતની સાબરમતી જેલના રિપોર્ટ મોકલ્યો છે, જેમાં ફોન પરની વાતચીતનો સમાવેશ થાય છે.
માફિયા અતીક પ્રોપર્ટી ડીલરને ફોન પર ધમકાવે છે અને કોલમાં આ પ્રકારે વાતચીત હોય છે. અતીક ઓળખ આપતા કહે છે કે આપણે દેવરિયામાં મળ્યા હતા અને હકારમાં જવાબમાં આપ્યો હતો, પરંતુ જૈદ અતીકનો ફોન નહીં ઉઠાવવા મુદ્દે જોરદાર ગુસ્સે ભરાયો હતો મારું મગજ ખરાબ કરીશ નહીં, ત્યાર બાદ બંને વચ્ચેની વાતચીતમાં ઉગ્ર સ્વરુપ જોવા મળ્યું હતું.
છેલ્લે છેલ્લે ધમકી આપતા અતીક બોલે છે કે તે રજિસ્ટ્રી કરાવ્યું, એ વાત અમને ખબર પડી છે. આટલું બધું કામકાજ બધી બાજુથી કરી રહ્યો છે પણ મેં ના પાડયા પછી પણ તે શા માટે કર્યું એ કામ. એક થપ્પડ મારીશ તો તારું બધુ ઉતરી જશે. પોતાની જાતને પ્રધાન કહેવાડવાતા ઓડિયોમાં પ્રોપર્ટી ડીલરને જોરદાર ધમકી આપતો રહે છે.
અતીક અહેમદના ઓડિયોના માફક દીકરો અસદ અહેમદ પણ એક બિલ્ડરને ધમકી આપીને 80 લાખની માગણી કરી રહ્યો છે. જેલમાં ગયા પછી અતીકનો કારભાર અસદ સંભાળી રહ્યો હતો અને તાજેતરમાં 20 વર્ષના અસદને છોટે સાંસદ તરીકે ઓળખાતો અને તે જેલમાંથી વસૂલી કરતો હતો. આ વર્ષે નવમી જાન્યુઆરીના અસદે મહોમ્મદ નામના શખસે ફોન નહીં ઊઠાવ્યા પછી મેસેજ કરીને ધમકાવ્યો હતો. એ મેસેજથી બિલ્ડર ડરી ગયો હતો અને પછી ફોન ઊઠાવ્યો હતો. ત્યારબાદ અસદ અને એ બિલ્ડર વચ્ચેનો ઓડિયો બહાર આવ્યો હતો. આ ઓડિયોની વાતચીત પૂરી કર્યા પછી છેલ્લે બિલ્ડરને ચોંકાવનારો મેસેજ કરે છે, જેમાં લખ્યું હતું કે બહુ ખોટું કરી રહ્યો છે. આવતીકાલ સુધીમાં કોઈ પણ કિંમતે જોઈએ છે. કંઈ પણ રાખ્યું હોય તો કાલ સુધીમાં જોઈએ છે. બહુ જરુરિયાત છે.