પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની જાહેરમાં ત્રણ શૂટરે હત્યા કરી નાખી હતી. આ ત્રણેય શૂટરને હત્યા કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તથા એના માટે એડવાન્સમાં લાખો રુપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી મુખ્ય આરોપીનું નામ બહાર આવ્યું નથી. ઉત્તર પ્રદેશની સરકાર મૂળ અપરાધીને પકડવા માટે જમીન-પાતાળ એક કરી રહી છે, જેમાં તેના સાગરીત, પ્રોપર્ટી ડીલર, બિલ્ડર, નેતા અને તેના પાર્ટનર સુધ્ધા રડાર પર આવી ગયા છે. હાલના તબક્કે અતીકના રાઈટ હેન્ડ કહો કે પછી ક્રાઈમ પાર્ટનર ઈમરાન પર શંકાની સોઈ છે.
ઇમરાન અતીક અહેમદનું સગો સાઢુ છે, જે પહેલા અતીકની સાથે મળીને કામકાજ કરતો હતો, પરંતુ બંને વચ્ચેના અણબનાવ પછી બંને અલગ થયા હતા. સૌથી મોટી બાબત એ છે કે અતીક અહેમદના દીકરા અલીએ પણ ઈમરાનના દીકરા સામે એફઆઈઆર નોંધાવી હતી.
અહીં એ જણાવવાનું કે અતીક અહેમદના દીકરા અસદે એક બિલ્ડર મહોમ્મદ મુસ્લિમ નામના પ્રોપર્ટી ડીલરને ધમકી આપી હતી, જેમાં ઈમરાન વારંવાર તેનો ઉલ્લેખ કરતો હોય છે. જોકે, અતીકના દીકરા અસદ અહેમદ, મહોમ્મદ મુસ્લિમ અને ઈમરાનની મુલાકાતથી સૌથી વધારે નારાજ હોય છે. આ અગાઉ યોગી સરકારે પણ ઇમરાનનું મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. ઈમરાન અતીક અહેમદનો સાઢુ અને જૂનો પાર્ટનર હોવા છતાં પણ અતીક અહેમદ ઈમરાનને જરાય પસંદ નહોતો. હવે યુપી એસટીએફ એ તપાસ કરી રહી છે કે ઇમરાન અને મહોમ્મદ મુસ્લિમ અતીક અને અશરફની હત્યા પહેલા નિરંતર મળતો હતો. અલબત્ત, હવે અતીકના બંને દુશ્મનોએ સાથે મળીને અતીક અને અશરફને ઠેકાણે પાડી દીધા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.