બોલીવૂડની અભિનેત્રી હોય કે જાણીતી મોડલ કે પછી સોશિયલ મીડિયા ક્વીન, પરંતુ પોતાના બોલ્ડ અવતારને રજૂ કરીને રાતોરાત લોકપ્રિયતા મેળવવાની હોડ જામી છે. પરંતુ મંગળવારે એનાથી વિપરીત પંજાબની કેટરિના કહેવાતી ક્યુટ શહેનાઝ ગિલે સોશિયલ મીડિયામાં ફોટોશૂટ કરીને લોકોના દિલ જીતી લીધા છે. ફેશનના નામે પોતાનું આખું અંગ સોશિયલ મીડિયા પર રજૂ કરીને અભિનેત્રીઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માગે છે, તેનાથી વિપરીત શહેનાઝ ગિલે વ્હાઈટ કલરનું સ્વેટર પહેરીને મસ્તીના મૂડમાં જોવા મળે છે. ફૂલ સ્વેટર પહેરીને અલગ અંદાજમાં જોવા મળતી શહેનાઝની પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોની લાઈક મળી ચૂકી છે, જ્યારે તેના ચહેરા પરની સ્માઈલ અને શરારતી આંખોએ તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. શહેનાઝના ફોટોગ્રાફને જાણીતા ફોટોગ્રાફરે લીધા છે, જ્યારે પંજાબી કુડીએ તેના ફોટોગ્રાફને સત્તાવાર રીતે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. બિગ બોસના શોથી જાણીતી બનેલી અને સિદ્ધાર્થ શુકલા સાથેના રિલેશનમાં તે વધારે ખુશખુશાલ જોવા મળી હતી. જોકે સિદ્ધાર્થ શુકલાના મોત પછી તે શોકમાં ગરકાવ હતી. એટલું જ નહીં, સિદ્ધાર્થના ગયા પછી તેના ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ હતી અને એનાથી તેના ચાહકો પણ નાખુશ હતા. મંગળવારે જોવા મળેલા શહેનાઝના આ ફોટોગ્રાફને જોઈને તેના ચાહકો પર ખુશી પાછી ફરી છે. જોકે, શહેનાઝ ગિલનો ગુરુ રંધાવાની સાથે રોમાન્સ કરતા વીડિયોમાં જોવા મળી હતી, જેમાં વીડિયોમાં સનસેટમાં જોવા મળી હતી અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા તેને કેપ્શન લખ્યું હતું કે ક્યા બહેતરીન સનસેટ હૈ…મૂનરાઈઝ.